
પિતા સલીમ ખાન થયા હતા લાલઘૂમ મોંઘી ઘડિયાળ માટે સલમાન ખાનને લોન લેવી પડી હતી તેમણે તેમના પિતા સલીમ ખાન માટે ખરીદી હતી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કોઈ ઓળખની જરૂર નથી, નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો તેમને સારી રીતે ઓળખે છે. તેમની કોઈપણ ફિલ્મ રિલીઝ થતાં જ થિયેટર્સમાં દર્શકોની ભારે ભીડ ઉમટી પડે છે, થિયેટર્સ હાઉસ ફૂલ થઈ જાય છે. ૩૫ વર્ષ સુધી આકરી મહેનત કર્યા પછી સલમાન ખાનને આ સફળતા મળી છે.
સલમાન ખાન ફિલ્મમાંથી ભલે અઢળક રૂપિયો કમાતા હોય, પણ તેઓ આજે પણ તેમની બધી કમાણી તેમના પિતા સલીમ ખાનને આપે છે. આનો ખુલાસો તેઓ ઘણીવાર પોતાના ઈન્ટરવ્યૂઝમાં પણ કરી ચૂક્યા છે. સલમાન ખાન હંમેશા પોતાના પરિવારને સૌથી વધારે મહત્વ આપે છે, આ કારણે તેઓ આજે પણ પોતાના માતા-પિતા અને ભાઈઓની સાથે એક જ એપાર્ટમેન્ટમાં રહે છે.
તાજેતરમાં જ સલમાન ખાને વેરાયટી ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની સૌથી પહેલી મોંઘી ગિફ્ટ વિશે ખુલ્લીને વાત કરી હતી, જે તેમણે તેમના પિતા સલીમ ખાન માટે ખરીદી હતી. સલમાન ખાને જણાવ્યું કે, જ્યારે તેમણે ૯૦ના દાયકામાં કમાવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેઓ રોલેક્સની કિંમતી ઘડિયાળ ખરીદવા માટે પહોંચ્યા હતા. આ ઘડિયાળ તેમણે તે સમયે ૯ લાખ રૂપિયામાં ખરીદી હતી, આ ઘડિયાળ ખરીદતી વખતે તેમણે ૫ લાખ રૂપિયા બીજા પાસેથી ઉધાર લીધા હતા. ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને જણાવ્યું કે, “મેં સૌથી પહેલી મોંઘી ગિફ્ટ મારા પિતા માટે ખરીદી હતી, મેં મારા પિતા માટે એક રોલેક્સની ઘડિયાળ ખરીદી હતી. જ્યારે મેં ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું, ત્યારે મારા પિતાએ તે ઘડિયાળ મને પહેરવા માટે આપી દીધી હતી. જ્યારે હું ઘડિયાળ ખરીદવા માટે પહોંચ્યો હતો, ત્યારે મારી પાસે પૂરા પૈસા ન હોતા. પણ મારે મારા પિતા માટે એ ઘડિયાળ ખરીદવી હતી, મને તે ખૂબ જ પસંદ આવી ગઈ હતી.”
તેમણે જણાવ્યું કે, “તે સમયે તે ઘડિયાળ લગભગ ૯ લાખ રૂપિયાની હતી, પણ મારી પાસે ત્યારે ૪ લાખ રૂપિયા હતા, બાકીના પૈસા મેં ઉધાર લીધા હતા. જ્યારે મેં તે ઘડિયાળ ખરીદીને મારા પિતાને ગિફ્ટ કરી તો તેઓ મારા પર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે મને કહ્યું હતું કે તે હજુ સરખી રીતે કમાવાનું પણ નથી શરૂ કર્યું અને તું અત્યારથી આવું બધું કરવા લાગ્યો છું? શું તું પોતાને રાજા સમજે છે? જાેકે, પછી તેઓ શાંત થઈ ગયા હતા. જ્યારે હું ઘડિયાળ પહેરતો થયો ત્યારે તેમણે મને તે ઘડિયાળ પહેરવા માટે આપી હતી.”
સલમાનના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો હાલમાં તેઓ વામશી પૈદિપલ્લી સાથે નવી ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ રાજ એન્ડ ડીકે સાથે સુપરહીરો ફિલ્મમાં કામ કરશે. આ વચ્ચે તેમની અપૂર્વ લાખિયા સાથે માતૃભૂમિ ફિલ્મ પણ આવશે, જેની તેમના ફેન્સ ઉત્સાહથી રાહ જાેઈ રહ્યા છે.





