
સલમાનની ફૅન્સને ઇદી બૅટલ ઑફ ગલવાન ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ જાહેર કર્યું ૨૦૨૬ની ઇદ હવે નજીક છે અને વર્ષાેથી આ તહેવાર સલમાન ખાનની ફિલ્મ સાથે જાેડાયેલો રહ્યો છે સલમાન ખાનની આવનારી ફિલ્મ બેટલ ઑફ ગલવાનનું નામ બદલીને માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ કરવામાં આવ્યું છે. સલમાને પોતાની આવનારી વૉર એક્શન ડ્રામાનું એક ઉગ્ર ભાવ દર્શાવતું પોસ્ટર શેર કર્યું છે.૨૦૨૬ની ઇદ હવે નજીક છે અને વર્ષાેથી આ તહેવાર સલમાન ખાનની ફિલ્મ સાથે જાેડાયેલો રહ્યો છે.
જાેકે આ વખતે તે પોતાની મનપસંદ તારીખે ફિલ્મ રિલીઝ નહીં કરે, તેમ છતાં તેણે પોતાના ચાહકોને ખુશ થવા માટે તેની આવનારી ફિલ્મ અંગે એક મહત્વની અપડેટ આપી છે, જે તેના ફૅન્સને ઇદી જેવી લાગે છે.સલમાન ખાનની ફિલ્મ બેટલ ઑફ ગલવાનનું હવે નામ બદલીને માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ રાખવામાં આવ્યું છે. નવા ટાઇટલની જાહેરાત કરતાં મેગાસ્ટારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર શેર કર્યું હતું. તેનાં કેપ્શનમાં લખ્યું હતું, “મે વોર રેસ્ટ ઇન પીસ. માતૃભૂમિ.”અગાઉ બેટલ ઑફ ગલવાન ૧૭ એપ્રિલે રિલીઝ થવાની માહિતી મળી હતી. હવે અંદરના અહેવાલો સૂચવે છે કે સલમાન ખાનની આ આવનારી ફિલ્મ જુલાઈ અથવા ઑગસ્ટ ૨૦૨૬માં સિનેમાઘરોમાં આવી શકે છે.માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ ૨૦૨૦માં ગલવાન વેલીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી તીવ્ર અથડામણ પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે, જે શૂટઆઉટ એટ લોખંડવાલા, હસીના પાર્કર સહિતની ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ સલમાન સાથે લીડ રોલમાં જાેવા મળશે.બીજી તરફ અચાનક ફિલ્મનું નામ બદલવાની જાહેરાત અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ ર્નિણય સલમાને એકતરફી રીતે લીધો છે કારણ કે તેને લાગ્યું કે બેટલ ઑફ ગલવાન ખૂબ જ મર્યાદિત શીર્ષક છે.સલમાને ટાઇટલ કેમ બદલ્યું તે અંગે એક સુત્રે કહ્યું, “આ નામ ખાસ એક ઘટના સાથે જાેડાયેલું લાગતું હતું, જ્યારે સલમાનની ઇચ્છા હતી કે, નામ વધુ વિશાળ અને મહાકાવ્ય જેવી વ્યાપકતા દર્શાવે એવું હોવું જાેઈએ. નામ બદલવાનો ર્નિણય સંપૂર્ણપણે સલમાનનો હતો.”ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ આ અંગે એક ઇન્ટરવ્યુમાં ફિલ્મનું કારણ બદલવા અંગે વાત કરી છે. તો એક અન્ય સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, ફિલ્મનું ટાઇટલ બદલવાનું કારણ ભારત અને ચીન વચ્ચેની વર્તમાન રાજનૈતિક સંવેદનશીલતા સાથે જાેડાયેલું છે. “સલમાન ખાનને કેટલાક સત્તાવાર અને વ્યૂહાત્મક વર્તુળોમાંથી સલાહ આપવામાં આવી હતી કે તે માત્ર ફિલ્મનું નામ ફરી વિચાર કરે એટલું જ નહીં, પરંતુ ફિલ્મમાં રહેલા એન્ટી-ચીન સીનને પણ થોડા હળવા બનાવે. આ પ્રતિસાદને ગંભીરતાથી લઈને સલમાને ફિલ્મને દેશના વ્યાપક ભાવનાત્મક માહોલ સાથે સુસંગત બનાવવા અને વિષયની સંવેદનશીલતા જાળવવાનો ર્નિણય કર્યાે. પરિણામે નામ બદલવામાં આવ્યું અને ફિલ્મનો મોટો ભાગ ફરીથી તૈયાર કરવામાં આવ્યો, જેમાં સંઘર્ષને કલ્પિત સ્વરૂપ આપવામાં આવ્યું.”સુત્રે વધુમાં ઉમેર્યું કે રીશૂટ્સને કારણે ફિલ્મના બજેટમાં વધારો થયો, જાેકે વધારાના ખર્ચ અંગે સલમાન ખાન બિલકુલ ચિંતિત નહોતા. “સ્ક્રિપ્ટનો મોટો ભાગ ફરી લખવામાં આવ્યો છે જેથી ફિલ્મને વધુ ભાવનાત્મક દેશભક્તિપૂર્ણ સાગામાં રૂપાંતરિત કરી શકાય.




