
વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી ૧૫ મે એ ‘માતૃભૂમિ’ રિલીઝ કરવાની સલમાનની યોજના ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી જાે બધું આયોજન મુજબ થયું હોત, તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઑફ ગલવાન’ આ મહિને ૧૭ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જાેકે, વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી. ગયા મહિને, ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી. આ દરમિયાન, ચાહકો સતત સોશિયલ મીડિયા પર પૂછતા રહ્યા છે કે સલમાન ખાન અને નિર્માતાઓ આ ફિલ્મની રિલીઝ ડેટ ક્યારે જાહેર કરશે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે નિર્માતાઓ અનેક તારીખો પર વિચાર કરી રહ્યા છે, જેમાંથી એક ૧૫ મે છે.
એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “વધારાનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. તેથી, નિર્માતાઓને લાગે છે કે ફિલ્મને રિલીઝ કરવામાં મોડું કરવા કરતાં વહેલી રિલીઝ કરવી વધુ સારી રહેશે. તેઓ ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને ૧૫ મે પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.”જાેકે, પહેલાં એવી ચર્ચા હતી કે, ફિલ્મ જુલાઈ કે ઓક્ટોબર આસપાસ રિલીઝ થશે. પરંતુ તે સમયગાળા દરમિયાન મોટી અને મહત્વપૂર્ણ ફિલ્મોએ મોટાભાગના સ્લોટ્સ લઈ લીધા છે. એક સમયે તેઓ ફિલ્મને સ્વતંત્રતા દિવસે રિલીઝ કરવા માંગતા હતા, પરંતુ તે શક્ય નહીં બને કારણ કે આમિર ખાને સની દેઓલ અભિનીત ‘લાહોર ૧૯૪૭’ માટે તે સ્લોટ લઈ લીધો છે. હાલની યોજના એ છે કે ૧૫ મેના રોજ ‘માતૃભૂમિ’ને રિલીઝ કરી શકાય કે નહીં તે નિર્ધારિત કરવું. જાે શક્ય નહીં બને, તો તેઓ તેને પછી રિલીઝ કરશે.”સુત્રએ વધુમાં ઉમેર્યું, સલમાન અને નિર્માતાઓ ટૂંક સમયમાં ર્નિણય લેશે. તેઓ જાણે છે કે ૨૦૨૬ની મોટી ફિલ્મોમાં તેમની ફિલ્મ એવી છે, જેના માટે હજી સુધી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.





