
અનીત પડ્ડાની શક્તિ શાલિની હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે શાહરુખની કિંગ સાથે ટક્કર ટાળવા અનીતની શક્તિ શાલિની ડિલે થઈ શકે ફિલ્મ શરૂઆતમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી, એ જ દિવસે કિંગ પણ થિયેટરમાં આવવાની છે
અનીત પડ્ડાની આગામી ફિલ્મ શક્તિ શાલિનીહવે ૨૦૨૭ સુધી મુલતવી રહી શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. અહેવાલો મુજબ, ફિલ્મના નિર્માતાઓ શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ કિંગ સાથે સીધી બોક્સ ઓફિસ ટક્કર ટાળવા માટે નવી રિલીઝ તારીખ પર વિચાર કરી રહ્યા છે.શક્તિ શાલિની મેડોક ફિલ્મ્સના વધતા હોરર કોમેડી યુનિવર્સનો ભાગ છે, આ ફિલ્મ શરૂઆતમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી, એ જ દિવસે કિંગ પણ થિયેટરમાં આવવાની છે. બંને મોટી ફિલ્મો વચ્ચેની સંભવિત ટક્કરે ફિલ્મપ્રેમીઓ અને ટ્રેડ સર્કલમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.પરંતુ હવે આવતા અહેવાલો અનુસાર, શક્તિ શાલિનીની ટીમ ફિલ્મને ૨૦૨૭ની શરૂઆતમાં રિલીઝ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે. હાલમાં ફિલ્મનું આઉટડોર શૂટિંગ મે મહિના સુધી ચાલવાનું છે અને ત્યારબાદ ટીમ વિશાળ વીએફએક્સ તથા પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ કરશે. પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક સુત્રએ જણાવ્યું હતું કે, “ટીમ ફિલ્મને સંપુર્ણ રીતે પુરી કરવા અને વીએફએક્સ માટે પુરતો સમય આપવા ઇચ્છે છે. જાે બધું યોજના મુજબ ચાલશે તો જાન્યુઆરી ૨૦૨૭ની રિલીઝ પર વિચાર થઈ શકે છે.” હાલ સુધી ફિલ્મના નિર્માતાઓએ રિલીઝ મુલતવી રાખવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેમ છતાં, ટ્રેડ નિષ્ણાતો આ પગલાને વ્યૂહાત્મક ર્નિણય તરીકે જાેઈ રહ્યા છે, કારણ કે સોલો રિલીઝ ફિલ્મને વધુ લાંબો અને મજબૂત થિયેટ્રિકલ રન આપી શકે છે.હવે દર્શકો શક્તિ શાલિનીની અંતિમ રિલીઝ તારીખ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જાેઈ રહ્યાં છે.





