
જુહૂમાં ભાડે રહેવાનું ચાલુ રાખશે શ્રદ્ધા ફલેટનું મહિને છ લાખ ભાડું આપશે, લીઝ રિન્યુ કરાવી શ્રદ્ધાનો પરિવાર મુંબઈમાં પ્રોપર્ટી ધરાવે છે તેમ છતાં પણ શ્રદ્ધાએ જુહૂમાં ભાડે રહેવાનું પસંદ કર્યું છે.
શ્રદ્ધા કપૂર જુહૂના ફલેટમાં વધુ એક વર્ષ માટે મુંબઈનાં જુહૂ વિસ્તારના ફલેટમાં ભાડે રહેશે. તેણે આ ફલેટ માટે મહિને છ લાખ ભાડું આપવાનો લીઝ કરાર રિન્યૂ કરાવ્યો છે.આ ફલેટનું ક્ષેત્રફળ ૩૯૨૯ ચોરસ ફૂટ છે. શ્રદ્ધા અગાઉથી આ ફલેટમાં ભાડે રહે છે. તેને ફલેટ સાથે ચાર કાર પાર્કિંગ પણ મળ્યાં છે.
ગઈકાલે પચ્ચીસમી ફેબુ્રઆરીએ શ્રદ્ધાએ લીઝ કરાર રિન્યૂ કરાવી સ્ટેમ્પ ડયૂટી માટે ૩૬ હજાર રુપિયા તથા એક હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે. શ્રદ્ધાનો પરિવાર મુંબઈમાં પ્રોપર્ટી ધરાવે છે તેમ છતાં પણ શ્રદ્ધાએ જુહૂમાં ભાડે રહેવાનું પસંદ કર્યું છે. અમિતાભ બચ્ચન સહિત અનેક સેલિબ્રિટી જુહૂમાં રહે છે.




