
હું ગૉસિપ માટે ભાભી કરીના કપૂર પાસે જાઉં છું હું સલાહ ના માગું તો પણ કુણાલ મને ‘સ્ટાઇલિંગ ટિપ્સ’ આપતો રહે છે: સોહા હું રિલેશનશિપ ઍડ્વાઇસ માટે ભાઈ પાસે જાઉં છું, કારણ કે હવે મારા પાસે પુરુષ મિત્રો બહુ ઓછા રહ્યા છે વિતેલા જમાનાની જાજલ્યવાન અભિનેત્રી શર્મિલા ટાગોર અ ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન મનસુરઅલી ખાન પટૌડીની પુત્રી સોહા અલી ખાને તાજેતરમાં પોતાના પરિવારના સંબંધોની રસપ્રદ ઝલક પોતાના ચાહકો સાથે શૅર કરી હતી. તેણે જણાવ્યું કે જીવનના અલગ-અલગ મુદ્દાઓ પર સલાહ લેવા માટે તે પરિવારના જુદા-જુદા સભ્યોનો સંપર્ક કરે છે. સોહાને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્ટાઇલિંગ સલાહ માટે તે કોનો સંપર્ક કરે છે ત્યારે તેણે જણાવ્યું કે આજકાલ તેની દીકરી ઇનાયા નૌમી ખેમુ તેની ફૅશન-કન્સલ્ટન્ટ બની ગઈ છે.પોતાના જીવનમાં પરિવારના સભ્યોના પ્રદાન વિશે વાત કરતાં સોહાએ કહ્યું કે ‘હું સલાહ ન માગું છતાં પણ કુણાલ મને સ્ટાઇલિંગ ટિપ્સ આપતો રહે છે. હું રિલેશનશિપ ઍડ્વાઇસ માટે ભાઈ પાસે જાઉં છું, કારણ કે હવે મારા પાસે પુરુષ મિત્રો બહુ ઓછા રહ્યા છે. મને પુરુષોના દૃષ્ટિકોણ જાણવા ગમે છે. સૈફ હંમેશાં કુણાલની સાઇડ નથી લેતો પરંતુ પુરુષોના દૃષ્ટિકોણથી વાત કરે છે. હું ગૉસિપ માટે ભાભી કરીના કપૂર પાસે જાઉં છું. કરીના ગૉસિપ કરતી નથી, પરંતુ લોકો વિશે તેને એવી જાણકારી હોય છે જેની કલ્પના પણ ન કરી શકો.’





