
‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ ૧ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે “મને ક્યારેય ફેશનમાં રસ હતો જ નહીં” : મેરિલ સ્ટ્રીપ મૂળ ફિલ્મ માત્ર બોક્સ ઑફિસ પર સફળ નહોતી રહી, પરંતુ તે તેના સમયની ફેશન બાઇબલ બની ગઈ હતી જેમ જેમ ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’ની રિલીઝ નજીક આવી રહી છે, તેમ તેમ ફિલ્મ માટે ઉત્સાહ વધતો જાય છે. વિશ્વભરના ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. રિલીઝ પહેલાના થોડા જ અઠવાડિયા બાકી છે અને ફિલ્મના પ્રમોશન તથા આંતરરાષ્ટ્રીય ટૂર પહેલાંથી જ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.તેમાં પણ સૌથી વધુ ચર્ચિત પળોમાંથી એક બોલિવૂડ અને હોલિવૂડ વચ્ચેનું એક રસપ્રદ ક્રોસઓવર રહ્યું.
ફિલ્મમેકર કરણ જાેહરે તાજેતરમાં મેરિલ સ્ટ્રીપ અને એન હેથવે સાથે એક વાતચીત કરી હતી, જે ઝડપથી ઑનલાઇન હાઇલાઇટ બની ગઈ હતી.આ ચર્ચા દરમિયાન મેરિલ સ્ટ્રીપે ફેશન સાથેના પોતાના સંબંધ વિશે એક આશ્ચર્યજનક કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું, “મારા માટે ફેશન સાથેનો સંબંધ એવો હતો કે, હું ખરેખર તેમાં ક્યારેય રસ નહોતો. મને કૉસ્ચ્યુમ્સમાં રસ હતો અને મેં કોલેજમાં કૉસ્ચ્યુમ ડિઝાઇનમાં ડિગ્રી લીધી હતી. એટલે હું કપડાંને પાત્રના પ્રતિબિંબ તરીકે જાેતી હતી. આપણે સવારે શું પહેરીએ છીએ તે ઘણી બાબતો વ્યક્ત કરે છે અને ફેશન પાત્રોને વધુ જીવંત બનાવે છે અને તેમના વ્યક્તિત્વ વિશે વધુ કહી દે છે.”મૂળ ફિલ્મ માત્ર બોક્સ ઑફિસ પર સફળ નહોતી રહી, પરંતુ તે તેના સમયની ફેશન બાઇબલ બની ગઈ હતી. શાર્પ ટેલરિંગથી લઈને લક્ઝરી કુટ્યોર અને રનવે પ્રેરિત લૂક્સ સુધી, આ ફિલ્મે સ્ટાઇલ કેવી રીતે વાર્તાને આકાર આપી શકે છે તેની નવી વ્યાખ્યા આપી હતી. ખાસ કરીને મિરાન્ડા પ્રીસ્ટલીનું વોર્ડરોબ આજે પણ પોપ કલ્ચરમાં સૌથી વધુ યાદ કરવામાં આવે છે અને તે ટ્રેન્ડ્સને પ્રેરણા આપતું રહ્યું છે. ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨ ૧ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





