
આયુષ્યમાન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં રહેશે સૂરજ બરજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’ ૨૭ નવેમ્બરે રિલીઝ થશે યે પ્રેમ મોલ લિયાને બરજાત્યાની અન્ય ફિલ્મો જેમ હોય છે, તે રીતે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર તરીકે રજૂ કરવામાં આવી સૂરજ બરજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’ જેમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે, તેની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. સૂરજ બરજાત્યા દ્વારા ડિરેક્ટ થયેલી આ મ્યુઝિકલ ફેમિલી ડ્રામા આ વર્ષના નવેમ્બરમાં થિએટરમાં રિલીઝ થશે.યે પ્રેમ મોલ લિયાને બરજાત્યાની અન્ય ફિલ્મો જેમ હોય છે, તે રીતે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેમાં બરજાત્યાની ફિલ્મોમાં જાેવા મળતું પ્રખ્યાત ‘પ્રેમ’નું પાત્ર ૧૧ વર્ષ બાદ ફરીથી પરત આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ફિલ્મ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટરમાં રિલીઝ થશે.
ટીમે આ પોસ્ટ સાથે લખ્યું, “સૂરજ બરજાત્યા લઈને આવી રહ્યા છે તેમની આગામી બિગ સ્ક્રીન ફેમિલી એન્ટરટેનર! યે પ્રેમ મોલ લિયા, જેમાં આયુષ્માન ખુરાના અને શર્વરી છે, સંગીત હિમેશ રેશમિયા દ્વારા! સિનેમાઘરોમાં – ૨૭ નવેમ્બર, ૨૦૨૬. તારીખ નોંધી લો!”આયુષ્માન ખુરાનાનો ‘પ્રેમ’ અવતાર સરળતા, નિર્દાેષતા અને હળવા મજાકિયા સ્વભાવને દર્શાવશે. શર્વરી સાથે તેની સાથે પહેલી વખત મોટા પડદે જાેવા મળશે, જે રાજશ્રીની હિરોઇનોની જેમ સૌંદર્ય, મજબૂતી અને ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે. બંનેની કેમિસ્ટ્રી ફિલ્મનું એક ખાસ આકર્ષણ બનવાની અપેક્ષા છે.આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સના સહયોગથી બની રહી છે. હિમેશ રેશમિયા ૧૧ વર્ષ બાદ ફરી કામ કરી રહ્યા છે. અગાઉ તેમણે સલમાન ખાનની પ્રેમ રતન ધન પાયો (૨૦૧૫)માં સાથે કામ કર્યું હતું.આ પહેલાં, સૂરજ બરજાત્યાએ ઊંચાઈ ફિલ્મનું ર્નિદેશન કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, પરિણીતી ચોપરા, સારીકા અને નીના ગુપ્તા જેવાં કલાકારો હતાં. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.જાે આયુષ્યમાન અને શર્વરીની ફિલ્મોની વાત કરવામાં આવે તો, આ સિવાય આયુષ્માન છેલ્લે થમ્મા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યો હતો, જેમાં રશ્મિકા મંદાના અને નવાઝુદ્દીન સિદ્દીકી હતા. તે પતિ પત્ની ઔર વોહ દોમાં પણ જાેવા મળશે, જેમાં સારા અલી ખાન, વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંહ અને વિજય રાઝ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ૧૫ મે, ૨૦૨૬એ રિલીઝ થવાની છે.બીજી તરફ, શર્વરી આગામી એક્શન ફિલ્મ આલ્ફામાં આલિયા ભટ્ટ સાથે જાેવા મળશે.





