
૨ કરોડથી વધુના બિલના ચૂકવણી અટકી ગઇ સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના ૧૨૦૦ કર્મચારીઓ ૨ મહિનાથી પગારથી વંચિત ગ્રાન્ટના અભાવે નેશનલ હેલ્થ મિશનના ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરો સહિતના પગાર નહીં થતાં હાલત કફોડી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે મહિનાના પગારથી વંચિત છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને પગારની ચૂકવણી કરવામાં આવી હતી. ૨ કરોડથી વધુના બિલની રકમની ચૂકવણી અટકી ગઇ છે. ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં આવેલા પીએચસી, આરબીએસકે વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો, સીએચઓ, નર્સિગ સ્ટાફ, હેર્લ્થ વકર, ટેકનિકલ સ્ટાફ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કમર્ચારીઓ જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી.
સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જે પગારના બિલોની ચૂકવણી કરવામાં આવી રહી હતી. તે હવે ટેઝરી ઓફિસને કામગીરી સોંપાવમાં આવી છે. જેને લઇ પગાર નિયમિત થયા નથી. નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ માં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિના સુધી પગાર નથી કરવામાં આવી રહ્યા ત્રીજાે મહિનો ચાલુ છે.૧૨૦૦ થી વધુ કર્મચારીઓ પગાર વગર પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે કામ કર્યું હોવા છતાં પણ તેમને પગાર નથી મળી રહ્યો એક બાજુ આરોગ્ય વિભાગ પાસે પૂરતી ગ્રાન્ટ ન હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.




