પરિવારે એક મહિના બાદ કર્યાે ખુલાસો ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું નિધન પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી તેમના પરિવારે તેમના જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ એક મહિના પછી આપી છે. પરિવારના જણાવ્યા અનુસાર અનન્યાનું નિધન ૧૫ જુલાઈએ થયું હતું. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. અનન્યાએ ‘૭ અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેમને લગભગ પોણા ત્રણ લાખ લોકો ફોલો કરતા હતા.અનન્યાના નિધનના એક મહિના પછી મોતની જાણકારી આપતા ઈન્સ્ટાગ્રામ પર ફેમિલીએ એક નોટ શેર કરી. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે અનન્યાના પરિવારજનો છીએ. ખૂબ જ દુ:ખ સાથે અમારે જણાવવું પડી રહ્યું છે કે ૧૫ જુલાઈની વહેલી સવારે અનન્યાનું નિધન થઈ ગયું. તે ઊંઘમાં જ શાંતિથી ગુજરી ગઈ. એક વર્ષથી વધુ સમયથી તે માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ હતી. પોતાની બીમારીમાંથી બહાર આવવા માટે તેણે વોરિયરની જેમ લડાઈ લડી.’નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, ‘તે મજબૂત ઈરાદાઓ વાળી છોકરી હતી અને તેણે હંમેશા શાનથી એક ક્વીનની જેમ જિંદગી જીવી. બચ્ચા, તારી ખોટ ખૂબ સાલશે. અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. આ મુશ્કેલ સમયમાં અમે ઈચ્છીએ છીએ કે અમને થોડી પ્રાઈવસી અને શાંતિ આપવામાં આવે.’પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી છે. સાથે જ એક તસવીર એવી પણ છે, જેમાં અનન્યાની તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અનન્યાનો જન્મ ૧૯૯૧માં થયો હતો અને ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.અનન્યા રાજે હિન્દી સિવાય રીજનલ સિનેમામાં પણ કામ કર્યું હતું. તે મુંબઈમાં જ ઉછરી હતી અને ફિલ્મો સિવાય મ્યુઝિક વિડિયોઝમાં પણ કામ કરતી હતી. ૨૦૧૬માં આવેલી ‘૭ અવર્સ ટુ ગો’થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેલુગુ ફિલ્મ ‘તગ્ગેદે લે’ અને ધ ટ્રાઈલિંગ્યુઅલ મદ્રાસી ગેંગમાં પણ કામ કર્યું.





