
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
૧૫ મે ૨૦૨૬ ના રોજ નકલી ડીગ્રી સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન એક અતિ ટિપ્પણી કરવામાં આવી હતી. કેટલાક લોકો કોકરોચની જેમ સિસ્ટમમાં ઘૂસી જાય છે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૬ મે ના રોજ જો બધા કોકરોચ એક સાથે આવી જાય તો શું થાય તે પ્રકારની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી. અને જોત જોતામાં યુવા વર્ગ આ ટ્રેન્ડીંગ તરફ વળી ગયો હતો.
ત્યારે હવે અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર જ આ ટ્રેડ ચાલતો હતો. પરંતુ સુરેન્દ્રનગરના યુવક દ્વારા આ અંગે કોકરોચ પાર્ટી રાજકીય પાર્ટી બને તે માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા. જે આધારે પોલિટિકલ પાર્ટીમાં ટ્રેડ માર્ક કરવામાં આવ્યું હતું. અને તેની એપ્લિકેશન સુરેન્દ્રનગરના યુવક આદમભાઈ જામ દ્વારા કરવામાં આવી હતી. અને આ અંગે પેટન ડિઝાઇન અને ટ્રેડમાર્ક માટે કંટ્રોલર જનરલના કાર્યાલય ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. અને આ અંગે સુરેન્દ્રનગરના અજીમ નામના યુવકને રજીસ્ટ્રેશન બાદ કોકરોચ પાર્ટીનું ટ્રેડમાર્ક મળ્યું છે અને તેની ફાળવણી કરવામાં આવી છે. આમ કોકરોચ જનતા પાર્ટીનું રજીસ્ટ્રેશન હવે થઈ ગયું છે અને રાજકીય પાર્ટી તરીકે પણ હવે આ પાર્ટી ગણી શકાય. રજીસ્ટ્રેશન દરમ્યાન ૪૫ નંબરનો ક્રમાંક પસંદ કરવાનો હોય છે. હાલના તબક્કામાં આ રજીસ્ટ્રેશન અને ચિન્હ પાસ કરવામાં આવ્યું છે. અને તમામ ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કરતા ત્યારબાદ ટ્રેડમાર્ક પણ ફાળવી દેવામાં આવ્યો છે. એટલે સુરેન્દ્રનગરનો યુવક આ પાર્ટીના ટ્રેડમાર્ક નો માલિક બન્યો છે.





