
એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર.૨૯ માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-૨ પરથી ઉડાન ભરશે.એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-૨ પરથી થઈ રહ્યું છે.એર ઈન્ડિયાએ આજે(૨૭ માર્ચ) જાહેરાત કરી છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરી ૨૯ માર્ચ, ૨૦૨૬થી ટર્મિનલ-૧ પરથી ટર્મિનલ-૨ પર સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ફેરફારમાં અમદાવાદથી આવતી-જતી એર ઈન્ડિયાની સાપ્તાહિક ૨૧૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-૨ પરથી થઈ રહ્યું છે, હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ત્યાંથી જ ઓપરેટ થશે.
૨૯ માર્ચથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન ફક્ત ટર્મિનલ-૨ પરથી જ થશે. મુસાફરોના એરપોર્ટ અનુભવને બહેતર બનાવવાના હેતુથી આ ર્નિણય લેવાયો છે. ૪૯,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું ટર્મિનલ-૨ આધુનિક સુવિધાઓ જેવી કે ૫૨ ચેક-ઈન કાઉન્ટર, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા, અને અનેક રિટેલ-ફૂડ આઉટલેટ્સથી સજ્જ છે.
મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે એર ઈન્ડિયા દ્વારા SMS અને ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવી રહી છે. મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત ફરી એકવાર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે.





