
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત ની નવી સિવિલ હોસ્પિટલ મજુરાગેટ પાસે આવેલી છે. આ હોસ્પિટલમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને એને અડીને આવેલ ભરુચ, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, રાજપીપળા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી રોજના અનેક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે. આ હોસ્પિટલના સારવાર આપતા તબીબી અધિકારીઓ સારી સેવા બજાવી રહયા છે. અને દર્દીઓ સાજા થાય છે. પરંતુ હોસ્પિટલનો વહીવટ કરતાં RMO, સુપ્રિટેન્ડન્ટ અને મેડિકલ સ્ટોર અને જનરલ વહીવટ સંભાળતા અધિકારીઓ સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે. અને હોસ્પિટલ ના સ્ટોરમાં સ્ટ્રેચર,વ્હીલચેર અને ગાદલાં ચાદર ના પૂરતો
સ્ટોક હોવા છતાં દર્દીઓ આ સુવિધાઓથી વંછિત રહે છે.અને દર્દીઓએ ગંધાતા ગાદલાં, ચાદરો પર સૂવું પડે છે. દર્દીના સગાઓએ દર્દીઓને જાતે ઊંચકીને લઈ જવા પડે છે કે જાતે સ્ટ્રેચર કે વ્હીલચેર ખેંચવા પડે છે. કોન્ટ્રાકટર ધ્વારા કર્મચારીઓ ખોટી હાજરી પૂરી દર્દીઓને સારવારથી વંછિત રાખવામા આવે છે. હોસ્પિટલના મુખ્યગેટ પાસે આવેલ છાંયડામાં દવા માટે લાંબી લાઈનો લાગે છે. અને હોસ્પિટલનું દવાનું બજેટ કયાં ખર્ચાય છે? એની કોઈ જાણકારી કોઈને હોતી નથી.
મોટાભાગના ડોકટરો છાંયડામાંથી દવા મળી શકે એવી દવાઓ જ લખતા હોય છે. પહેલા સિવિલ હો ટલમાં તમામ પ્રકારની સારવાર અને ટેસ્ટ ફ્રી ઓફ ચાર્જમાં થતાં હતા. હવે શાસન બદલાતા ગરીબ દર્દીઓને દવાથી વંછિત રહેવું પડે છે. વોર્ડમાં દાખલ થતાં દર્દીઓએ જે રીતે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ને બહારથી દવા ખરીદવી પડે છે. એવા હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલના થયા છે.
જ્યારે લાગવગીયા દર્દીઓ ને રોગી કલ્યાણ સમીતી ધ્વારા દવા ખરીદી પૂરી પાડવામાં આવે છે. કેસ પેપરના તેમજ તમામ રિપોર્ટના એકસ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન,લેબોરેટરી વિગેરે ટેસ્ટના ચાર્જ વસૂલ કરવામાં આવે છે. અને આ નાણાં રોગી કલ્યાણ સમીતીમાં જમા થાય છે. અને તેનો વહીવટ મનફાવે એમ કરવામાં આવે છે. કારણકે રોગી કલ્યાણ સમિતિની આવકનું કોઈ ઓડિટ થતું નથી. અને ખાનગી ઓડિટરો ધ્વારા રિપોર્ટ કઢાવી લેવામાં આવે છે. છેલ્લા ત્રીસેક વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ડો.કેતન નાયક મેડિકલ ઓફિસર તરીકે જોડાયેલા અને મોટા ભાગનો સમય તેમણે મેડિકલ સ્ટોરમાં વિતાવેલો છે. હાલ તેઓ RMO તરીકે ફરજ બજાવે છે. અને સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ની કોઈ કાયમી ધોરણે નિમણુંક થઈ નથી તેથી ડો. નાયક સર્વેસર્વા તરીકે વર્તીને એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે. ડો. નાયક કોની મહેરબાનીથી ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી એકધારી ફરજ બજાવી રહ્યા છે? સરકારમાં સામાન્ય રીતે ત્રણ વર્ષે અધિકારીઓ બદલાતા હોય છે ત્યારે આ નિયમ ડો.નાયકને કેમ લાગુ નથી
પડતાં?
આરોગ્ય ખાતાના નિયામક ડોકટરોની નિમણુંક અને બદલી કરતાં હોય છે તેઓના ડો. કેતન નાયક ઉપર ચાર
હાથ હોય એ પાછળ કયા પરિબળો જવાબદાર છે ?




