
મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો!.અદાણી CNG ના ભાવમાં ૨.૨૫ રૂપિયાનો વધારો.પહેલા અદાણી CNG નો ભાવ ૮૩.૭૭ રૂપિયા હતો જે ભાવવધારા બાદ ૮૬.૦૨ રૂપિયા થઈ ગયો છે.દેશ હવે કારમી મોંઘવારી તરફ ધકેલાઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો હજી એક ઝટકો પડ્યો છે. ત્યાં હવે અમદાવાદમાં CNG મોંઘું થઈ રહ્યું છે. અદાણી CNG ના ભાવમાં એક ઝાટકે સીધા ૨.૨૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે રોજના રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. તો સાથે જ રીક્ષાચાલકો માટે આ ભાવવધારો આકરી બની રહેશે. મિડલ ઈસ્ટમાં સંકટ બાદ વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે. હાલ ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત અને ઓઈલ કંપનીઓને નુકસાનીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવાયા છે. ત્યારે હવે અદાણી સીએનજીના ભાવમાં આજથી વધારો કરાયો છે. અદાણી CNG ના બાવમાં ૨.૨૫ રૂપિયાનો વધારો કરાયો છે. પહેલા અદાણી CNG નો ભાવ ૮૩.૭૭ રૂપિયા હતો. જે ભાવવધારા બાદ ૮૬.૦૨ રૂપિયા થઈ ગયો છે.
અદાણી સીએનજીના ભાવમાં ચઢ-ઉતાર
૧ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૬ જુલાઈ, ૨૦૨૩ – ૩૦ પૈસાનો વધારો
૧૬ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૧ ઓગસ્ટ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૨ ઓક્ટોબર, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ – ૧ રૂપિયાનો વધારો
૩ ડિસેમ્બર, ૨૦૨૪ – ૨૨ પૈસાનો વધારો
૨ જાન્યુઆરી, ૨૦૨૫ – ૧.૫૦ રૂપિયાનો વધારો
૨ ઓગસ્ટ, ૨૦૨૫ – ૧ રૂપિયાનો વધારો
તેના બાદ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ મા ભાવમાં ૧.૨૧ રૂપિયાનો ઘટાડો કરાયો
૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ – ૫૦ પૈસાનો વધારો
૨ એપ્રિલ,૨૦૨૬ – ૧.૫૦ રૂપિયાનો વધારો
૧૬ મે, ૨૦૨૬ – ૨.૨૫ રૂપિયાનો વધારો
હજી એપ્રિલ મહિનામાં જ અદાણી CNG ના ભાવમાં કરાયેલા વધારા બાદ રીક્ષાચાલકોમાં વિરોધ જાેવા મળ્યો હતો. અદાણી CNG વધારા બાદ હવે રીક્ષાના ભાડામાં વધારો થઈ શકે છે. રીક્ષાચાલકોએ રીક્ષા ભાડાના ભાવ વધારાની માંગ કરી છે. રેગ્યુલર ભાડામાં ૨૦ થી ૩૦ રૂપિયાનો વધારો પ્રતિ કિલોમીટર દીઠ કરવાની માંગ રીક્ષાચાલકોમાં કરવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી પણ મોંઘું થતા ગુજરાતના નાગરિકો પર આર્થિક બોજાે વધશે. રીક્ષા મુસાફરીની સાથે ઝ્રદ્ગય્ ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલી તમામ ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે.





