
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ જિલ્લાના બેરોજગાર ભાઈઓબહેનોને આત્મનિર્ભર બનવા માટે ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફીની તાલીમ એક માસની શરૂ થઇ રહી છે.
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ, મું.ગોલાપુર ખાતે પાટણ જિલ્લાના વતની બેરોજગાર ભાઈઓ અને બહેનો માટે પોતાનો રોજગાર ચાલુ કરવા અને આત્મનિર્ભર બનવા માટે ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી ની તાલીમ એક મહિના માટે શરૂ થવા જઈ રહી છે.
સમગ્ર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સાથે તદ્દન મફત છે. તાલીમ પૂર્ણ થયા બાદ ભારત સરકારશ્રીનું સર્ટીફીકેટ આપવામાં આવશે. તાલીમ માટે રજિસ્ટ્રેશન તારીખ ૨૩૦૨૨૦૨૬ પહેલાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, મુ.ગોલાપુર, આર.ટી.ઓ કચેરી સામે, સંખારી રોડ, પાટણ ખાતે વહેલા તે પહેલાના ધોરણે રૂબરૂ અથવા સંસ્થાના ફેકલ્ટી હરેશભાઈ
પટેલ ના મોબાઇલ નંબર 8320091819 પર રજિસ્ટ્રેશન કરાવી લેવું.




