
ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ.ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ.માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે.સુરત શહેરના ઉધનામાં અમૃત નગરમાં સ્થાનિકો છેલ્લા કેટલાંક દિવસથી પીવાના પાણીના ગંદા આવવાની ફરિયાદ કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ગંદુ અને કલરયુક્ત આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ આ બાબતમાં મુખ્ય કારણ ગેરકાયદેસર ચાલતાં તપેલા ડાઇગમિલો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોના આરોપ અનુસાર આ ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલરયુકત પાણી છોડી દેવામાં આવે છે
અગાઉ આવી સમસ્યા નોંધાઇ હતી, ત્યારે પણ પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે.
લોકોએ જણાવ્યું કે સુરત પાલિકા તંત્રની કામગીરીની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી ચુકી છે, પરંતુ હજુ સુધી તંત્રનો કાર્યક્ષમ પ્રતિસાદ જાેવા મળ્યો નથી.સ્થાનિકો અને નાગરિકોએ તંત્ર પર તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે, જેથી પાણીની ગુણવત્તા સુધારી સુરતવાસીઓના આરોગ્યને જાેખમમાંથી બચાવી શકાય. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી પણ શહેરના પાણી અને સ્વચ્છતા સંબંધી સમસ્યાઓ પર પાલિકાને ટકોર કરી ચૂક્યા હતા.




