
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં આપેલો એક ચુકાદો ઓનલાઈન અરજી કરનારા અરજદારો માટે લાલબત્તી સમાન છે. કારણકે, જો ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ ભૂલ રહી જાય તો સિસ્ટમ તેને સ્વીકારતી નથી અથવા તો પાછળથી વેરિફિકેશન સમયે મુશ્કેલી ઊભી થાય છે. અંતે ડિજિટલ યુગમાં જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. ઉમેદવારે એ સમજવું જોઈએ કે એકવાર “સબમિટ” બટન દબાવ્યા પછી ઘણીવાર સુધારો કરવાની તક મળતી નથી. ખોટી વિગતો રજૂ કરવા બદલ માત્ર ઉમેદવારી રદ થવી એટલું જ નહીં પરંતુ કાયદેસરની કાર્યવાહી કે દંડની જોગવાઈ પણ હોઈ શકે છે. આથી પોતાની મહેનત અને મેરીટ એળે ના જાય તે માટે ફોર્મ ભરતા પહેલા એક કલાકનો સમય ફાળવીને માહિતી પુસ્તિકા વાંચવી અને માર્ગદર્શક વિડીયો જોઈ લેવો એ કોઈ પણ ઉમેદવાર માટે હિતાવહ અને અનિવાર્ય છે.
ગુજરાત હાઇકોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે “ આ ડિજિટલ યુગમાં અરજદારે જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરતા પહેલા યોગ્ય કાળજી લેવી જોઈએ. જે કરવામાં નિષ્ફળ રહેતા અરજદારને પાછળથી ફરિયાદ કરવાની મંજૂરી આપી શકાય નહીં.” અરજી સાથે અપલોડ કરવાના થતાં ફરજિયાત દસ્તાવેજો જેવા કે ફોટોગ્રાફ, ગુણપત્રક, જાતિના દાખલા કે અનુભવના પ્રમાણપત્રો નિર્ધારિત સાઇઝ અને ફોર્મેટમાં જ અપલોડ કરવા જોઈએ.જો કોઈ શૈક્ષણિક લાયકાતમાં ગ્રેડ આપેલા હોય તો તેને યુનિવર્સિટીના નિયમ મુજબ માર્કશીટ સાથે રાખવું અને અપલોડ કરવું જોઈએ. કારણકે તેના અભાવે ઉમેદવાર લાયક હોવા છતાં તેને પ્રક્રિયામાંથી બહાર કરવામાં આવી શકે છે. અંતે ડિજિટલ યુગમાં જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. તો મિત્રો હવે ધોરણ-૧૦ અને ૧૨ ના પરિણામો આવી ગયા છે ત્યારે ઉપરોક્ત બાબતો ખાસ ધ્યાન રાખજો. ઓલ ધ બેસ્ટ..





