
મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ ગુજરાતના દ્વારકા સ્થિત પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થવાના કારણે હંગામો મચી ગયો હતો. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે મામલો ચોંકાવનારો નીકળ્યો.
ખરેખર, દ્વારકાથી ૫૦૦ કિમી દૂર સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા મહેન્દ્ર મકવાણાની ભત્રીજીનું એક સ્વપ્ન હતું. સ્વપ્નમાં તેમને સંદેશ મળ્યો કે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવાથી પરિવારની પ્રગતિ થશે, જેના પગલે પરિવારે મંદિરમાંથી શિવલિંગ ચોરી કરવાનું કાવતરું ઘડ્યું.