
૪ કર્મચારીઓ સામે FIR દાખલ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટ કૌભાંડ સામે આવ્યું.૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું.શહેરની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલના કેશિયર સહિતના કર્મચારીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ હોસ્પિટલ તંત્ર પોલીસમાં FIR નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હાલ ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે હાલ પોલીસ તથા હોસ્પિટલ તંત્રએ ઉચ્ચ તપાસ હાથ ધરી છે.
આ અંગે વધુ માહિતી આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જાેશીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં લીકર પરમિટના કેટલા રૂપિયા લેવા ચાર-પાંચ મહિના પહેલા નક્કી કરાયા હતા. જાે કોઈને પરમિશન માટે નવી અરજી કરે તો તેમને ૨૫૦૦૦ અને જુની અરજી રિન્યુ માટે ૨૦૦૦૦ રૂપિયા લેવાય છે. આનું પેમેન્ટ ઓનલાઈન માધ્યમથી જ થાય છે અને આ પૈસાના વ્યવહારમાં ચોખવટ રહે તે માટે અમે વિવિધ જગ્યાએ ઊઇ કોડ મુક્યા છે.
જાેકે આ સ્થિતિમાં અમે એક ફરિયાદ મળતા તેની તપાસમાં ગેરનીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.અમને એક ફરિયાદ મળી હતી કે, લિકર પરમિટ માટે મારી પાસે રોડકા પૈસા લેવાયા છે. આ ફરિયાદને આધારે અમે તપાસ કરી અને તો સામે આવ્યું કે, જ્યાંથી રિસિપ્ટ જનરેટ થાય છે તે કાઉન્ટર પર કેશ પેમેન્ટ થયું હતું અને તેને રિસિપ્ટ પણ અપાઈ હતી.
કેશ પેમેન્ટ થયું હોવા છતાં તેની રિસિપ્ટમાં ટ્રાન્ઝેક્સન આઈડી દર્શાવાઈ હતી, જેની તપાસ કરાવતા અહીં ગેરનીતિ થઈ હોવાની શંકા ગઈ. આ મામલે વધુ તપાસ કરાવી તો ખુલ્યું કે, હાલ ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયાની ગેરનીતિ થઈ છે. જેમાં હોલસ્પિટલનાં એક સિનિયર ક્લાર્ક કરસન સિંહ સોનજી વાઘેલા, એક ડેટા ઓપરેટર નવીનચંદ્ર મંગળભાઈ વાઘેલા તથા વસંત નાનજી નિનામા સહિત કૂલ ૪ લોકોની સંડોવણી છે.




