
માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.૨૯૭૦૯ કરોડની જાેગવાઇ.હાઇ સ્પીડ કોરિડોર, રસ્તા-પુલ અને ટ્રાફિકનું ભારણ હળવું કરવા માસ્ટર પ્લાન.જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.આજે ૧૮મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કનુભાઇ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યું છે. બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.૨૯૭૦૯ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
* રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે રૂ.૧૦૦૦૮ કરોડની જાેગવાઇ.
* મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂ.૫૬૦૦ કરોડની જાેગવાઇ.
* આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂ.૯૫૦ કરોડની જાેગવાઇ.
* અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે રૂ.૧૬૩૩ કરોડની જાેગવાઇ.
* ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે રૂ.૭૭૪ કરોડની જાેગવાઇ.
* ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે રૂ.૫૦૦ કરોડની જાેગવાઇ.
* અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે રૂ.૩૧૨ કરોડની જાેગવાઇ.
* વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે રૂ.૨૦૦ કરોડની જાેગવાઇ.
* રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જાેગવાઇ.
* વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા ૧૭ તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે રૂ.૧૩૮ કરોડની જાેગવાઇ.
* પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે રૂ.૪૦૦ કરોડની જાેગવાઇ.
* મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે રૂ.૪૦ કરોડની જાેગવાઇ.
* વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે રૂ.૩૨ કરોડની જાેગવાઇ.
* ય્છઇઝ્ર ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે રૂ.૨૫ કરોડની જાેગવાઇ.
* સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે રૂ.૨૦ કરોડની જાેગવાઇ.
* સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે રૂ.૧૪ કરોડની જાેગવાઇ.
* ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે રૂ.૧૦ કરોડની જાેગવાઇ.
* રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે રૂ.૧૦ કરોડની જાેગવાઇ.
* કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.




