
વાપીના સરીગામમાં ગોડાઉનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી ૨.૩૭૭ કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ ૦.૬૫૮ કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગુજરાત ATS અને વલસાડ SOG સંયુક્ત ઓપરેશન કરીને ગેરકાયદેસર મેફેડ્રોન બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી ૨.૩૭૭ કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ ૦.૬૫૮ કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે.
ગુજરાત ATS ને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATS ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને માહિતી મળી હતી કે સરીગામ ખાતે રાજેશ મોર્યા અને તેના સાગરિતો અબ્દુલ કલામ તથા મેહુલ મકવાણા ગેરકાયદેસર MD ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે.
માહિતીની ગંભીરતા ધ્યાનમાં રાખી ATS ના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે બાતમીની ખાતરી કર્યા બાદ વલસાડ SOG સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે ભંગારના ગોડાઉનમાંથી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય શંકાસ્પદ રસાયણો કબ્જે કર્યા હતા. પોલીસે અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કબ્જે કરાયેલ ૦.૬૫૮ કિલો પદાર્થને તાજેતરમાં ૧૧ માર્ચ ૨૦૨૬થી NDPS અધિનિયમ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને ભારત સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ATS સતત નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરી રહી છે.ગાંધીનગર સમાચાર અપડેટ
પોલીસ હવે આરોપીઓના નેટવર્ક, ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો વિશે વધુ તપાસ કરી રહી છે.





