
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મહિલાઓના જાતિય શોષણ અને કાળા કરતૂતોના કારણે જેલમાં બંધ ભોન્દુબાબા અશોક ખરાતને બળાત્કારના મુખ્ય કેસ જેમાં તેના જ ઓફિસ સ્ટાફની સાત મહિનાની ગર્ભવતી પત્નીનું જાતિય શોષણ કરવાનો આરોપ છે એમાં ધરપકડ કરીને વિડીયો લિન્ક ધ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યાં ગુરુવારે તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ અરજી પર દલીલો દરમ્યાન ખુલાસો થયો હતો કે પોલીસે હજી પણ એ શોધવાનું બાકી છે કે અશોક ખરાત તેના ગ્રાહકોને ડરાવવા માટે રમકડાંના સાપ અને વાઘનું ચામડું ક્યાથી લાવ્યો હતો.એથી કસ્ટડી લંબાવવામાં આવી હતી.





