
(છગનલાલ મેવાડા ધ્વારા )સુરત.
સુરતના વેડ દરવાજા પાસેના નાસિર નગરમાં ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનોના ભુતિયા ડિમોલેશને SMC અને SOG ની ઊંઘ ઉડાડી દીધી છે. જે ડિમોલિશન મામલે અત્યાર સુધી પાલિકાની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરીમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવાઈ રહ્યું હતું ત્યારે બાર વર્ષે બાવો બોલે એમ બાર દિવસ પછી ઝોનલ ચીફ આશિષ નાયક દ્વારા એક વિડીયો જાહેર કરી જણાવાયું હતું કે સુરત મ.ન.પા દ્વારા કરવામાં આવેલી કામગીરી તદ્દન કાયદેસર હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે સુરત મ.ન.પાના મ્યુ.કમિશ્નર એમ.નાગરજન એ તા.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ સાંજે પત્રકારોના જવાબમાં કોણે ડિમોલિશન કર્યું એ તપાસનો વિષય છે. કમિશ્નર નાગરાજન એ ડિમોલિશન માટે,પોલીસ બંદોબસ્ત માટે અને બીજા સવાલના જવાબમાં તપાસનો વિષય છે એમ
જણાવેલ છે. જે ખાતાના ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ હોય તે શું તપાસ કરવાના?
એ સમયે સવાલ એ ઊભો થાય છે કે જો આખે આખા પ્રકરણમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ડિમોલેશનનું કૃત્ય આચરવામાં આવ્યું નથી તો આ વાત ડિમોલિશન સમયે કેમ કહેવામાં ના આવી? અને બાર-બાર દિવસ સુધી શાહમૃગની માફક મોં છુપાવી મીડિયા કર્મીઓથી ભાગતા કેમ રહ્યા હતા?
ત્યારે અહી મુખ્ય વાત એ છે કે SMC અને SOG ઉપર માછલા ધોવાના ને કારણે ઉપરથી ગર્ભિત ઈશારા ધ્વારા “ભાન” કરાવાતા ઝોનલ ચીફે ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યું હોવાનું નિવેદન આપવા મજબૂર થવું પડયુ છે. જેને પગલે સેન્ટ્રલ ઝોનના કયા અધિકારી સાચું બોલી રહ્યા છે અને કોણ ગુનેગારોને છાવરી રહ્યું છે? એ પણ શંકા-કુશંકાઓ ઊભી થઈ રહી છે. ત્યારે મીડિયા પર સમગ્ર ડિમોલિશન ઘટનાનું ખોટું અર્થઘટન કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
ખરેખર તો નાસિર નગરને અડીને આવેલ ખાનગી પ્રોજેક્ટના લાભમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જ નીતિ-નિયમો નેવે મૂકીને બિલ્ડરના લાભાર્થે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપોને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. SMC નું કહેવું છે કે SMCની ટીમ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવા માટે પહોંચી હતી. જે પાલિકાના નીતિ-નિયમો આધિન કામગીરી કરવામાં આવી હતી અને આ બાબતે બે મોઢાથી SMCની વાતથી ચોંકી ગયેલું.મીડિયા જ્યારે ખુલાશો કરવા મ્યુ. કમિશનર એમ. નાગરાજનને પૂછવા ગયું ત્યારે મ્યુ.કમિશ્નર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના કેમેરા જોઈ ભાગ્યા હતા અને કોન્ફરન્સ હોલનો દરવાજો બંધ કરી દેવાયો હતો. અને મીડિયાએ જ્યારે એ હોલમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે માર્શલો અને પોલીસ દ્વારા મીડિયા ને રોકી દંડાવાળી કરી ઝપાઝપી કરવામાં આવતા એટલુ ચોક્કસ છે કે લોકશાહી ઉપર ઠોકશાહી હામી થઈ રહી છે.





