
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના RTO અધિકારી સુરતને દલાતરવાડીનું ખેતર સમજી બેઠા હોય એમ લાગે છે. કારણ અત્યાર સુધી HSRP નંબર પ્લેટો બનાવવાનું કામ RTO ઓફિસનું હતું. જે જનતા ને એટલકે વાહન ચાલકો ને ટુ વ્હીલર હોય તો જોડી ના રૂપિયા ૧૪૦ બનતી હતી આને ફોર વ્હીલર હોય તો જોડી રૂપિયા ૪૫૦ માં બનતી હતી. હવે આ કામ RTO એ બંધ કરી ને એજન્ટો ને HSRP (હાઈસિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ)ની નંબર પ્લેટો બનાવવાની પરમીશન આપતા જ એજન્ટો મોંઘવારીમાં જાણે કે પડતાં પર પાટુ મારતા હોય એમ ટુ વ્હીલરો અને ફોર વ્હીલરોના ચાલકો પાસે અનુક્રમે રૂપિયા ૯૦૦ અને રૂપિયા ૧૫૦૦ પડાવી રીતસર લૂંટ ચલાવી રહ્યા છે? ત્યારે અહી સવાલ એ ઊઠે છે કે સરકાર જ્યારે અખબારી જાહેરાતો ધ્વારા જે રીતે HSRP નંબર પ્લેટોના સરકારી ભાવો જાહેર જનતા સમક્ષ રજૂ કરે છે. એનો તો છેદ જ ઊડી જાય છે. એ સરકારી જાહેરાતોમાં પ્રસિધ્ધ કરાયેલા સરકારી ભાવોનો વાહન ચાલકોને કોઈ લાભ જ મળતો નથી. ઉપરથી ચાર-ચાર ઘણા ભાવ લઈ ને એજન્ટો રીતસર સરકારની નિષ્ફળ કામગીરીનો નમૂનો જ પૂરો પાડી રહયા છે. જે અંગે RTO સહિત તમામ સરકારી તંત્ર ગુન્હાહિત મૌન ધારણ કરીને બેઠું હોય એમ લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે RTO ધ્વારા કરાયેલું ફરમાન ટુ વ્હીલરોના શોરૂમો દરેક ગાડી ફરજિયાત નંબર પ્લેટવાળી જ હોવી જોઈએ એ ફરમાનથી ગંભીર સવાલએ ઊભો થાય છે કે શું RTO અને નંબર પ્લેટો બનાવનારાઓ ગાંધી વૈધનું સહિયારું જેવો ઘાટ તો નથી કરતાં ને?





