
કર્મચારીઓ દ્વારા કામકાજની પદ્ધતિમાં મોટા ફેરફારની માંગ સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમની ગુંજ, કર્મચારી મંડળે CM પત્ર લખ્યો ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ‘ અને ‘૫ ડેઝ વર્ક વીક‘ અમલમાં મૂકવા રજૂઆત કરવામાં આવી
રાજ્યના વહીવટી મથક એવા સચિવાલયના કર્મચારીઓ દ્વારા કામકાજની પદ્ધતિમાં મોટા ફેરફારની માંગ કરવામાં આવી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ‘ અને ‘૫ ડેઝ વર્ક વીક‘ (અઠવાડિયામાં પાંચ દિવસ કામ) અમલમાં મૂકવા રજૂઆત કરવામાં આવી છે.ફેડરેશને પત્રમાં જણાવ્યું છે કે, સચિવાલયમાં દરરોજ હજારોની સંખ્યામાં કર્મચારીઓ પોતાની ખાનગી ગાડીઓ કે સરકારી વાહનો દ્વારા અવરજવર કરે છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલનો જંગી વપરાશ થાય છે. જાે હાઈબ્રિડ વર્ક મોડલ અપનાવવામાં આવે, તો ઈંધણની મોટી બચત થઈ શકે છે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે છે.
વધુમાં, રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં સરકારમાં ‘ઇ-ઓફિસ‘ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે કર્મચારીઓ ઘરે બેસીને પણ કાર્યક્ષમ રીતે કામ કરી શકે તેમ છે. આથી, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સચિવાલયના વહીવટને વધુ આધુનિક બનાવવા અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે હાઈબ્રિડ વર્ક મોડલ શરૂ કરવા અને અઠવાડિયામાં બે દિવસની રજા સાથે ૫ ડેઝ વર્ક વીક કરવા તાત્કાલિક ર્નિણય લેવા વિનંતી કરવામાં આવી છે.





