
ઉપરોક્ત તસવીર સુરત કોટસફીલ રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ટોઇલેટની છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સદર જગ્યાની સાફ-સફાઈ કરનારા પોતાની ભૂખ સંતોષવા પે એન્ડ યુઝ ના મુખ્ય દરવાજા પાસે જ ટેબલ ઉપર બેસી પેટની આગ ઠારી રહ્યો છે ત્યારે કાળા માથાના માનવીએ કાળી મજૂરી કરીને પણ પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા પેશાબની વાસ વચ્ચે મજબૂરી વશ પણ પેટને ભાડું આપવું પડે છે. એવી આ તસવીર કારમી મોંધવારી, બેકારી અને મજબૂરીના મિશ્રણનો જીવતો જાગતો નમૂનો છે.
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા ધ્વારા)




