
યુદ્ધની આગ‘ સ્મશાન સુધી પહોંચી.પુણેમાં ગેસ આધારિત સ્મશાનગૃહ બંધ કરાયું.નાગરિકોને અસુવિધા ન થાય તે માટે શહેરના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો અને લાકડા આધારિત સ્મશાનગૃહો સામાન્ય રીતે ચાલુ રહેશે.ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર હવે ભારતમાં પણ જાેવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંકટને કારણે ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે પહેલા રાંધણ ગેસ-કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા અને હવે સ્મશાનઘાટોમાં ગેસની ભઠ્ઠીઓમાં તાળા લાગી ગયા છે. એટલે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્મશાનઘાટો સુધી વર્તાવા લાગી છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે LPG બનાવવા માટે જરૂરી ગેસો જેમ કે પ્રોપેન અને બ્યુટેનની સપ્લાય અટકી જતાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ગેસ સ્મશાનગૃહોને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણની અછત અને સપ્લાય ચેઈન પ્રભાવિત થતા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ કડક પગલું ભરવું પડ્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ૫ માર્ચના રોજ એક આદેશ જારી કરીને ઉપલબ્ધ પ્રોપેન અને બ્યુટેનને ઘરેલુ LPG માટે પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે. તેના કારણે બિન-ઘરેલુ કાર્યો માટે ગેસની અછત સર્જાઈ છે.
ગેસની અછતને જાેતાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને ૫ માર્ચથી આગળના આદેશ સુધી પોતાના ગેસ આધારિત સ્મશાનગૃહોને અસ્થાયી રૂપે બંધ રાખવાનો ર્નિણય લીધો છે. પુણેના સૌથી મોટા વૈકુંઠ સ્મશાનઘાટમાં પણ ત્રણ ગેસ ભઠ્ઠીઓને બંધ કરી દેવામાં આવી છે. નાગરિકોને અસુવિધા ન થાય તે માટે શહેરના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો અને લાકડા આધારિત સ્મશાનગૃહો સામાન્ય રીતે ચાલુ રહેશે.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે ખાડી દેશોમાંથી થતાં તેલ અને ગેસના નિકાસ પર ખરાબ અસર પડી છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે ૫ માર્ચ, ૨૦૨૬ના રોજ એક જરૂરી આદેશ જાહેર કર્યો છે.
આ આદેશ અનુસાર, ઘરેલુ LPG સપ્લાય માટે આખા દેશમાં પ્રોપેન અને બ્યુટેન કમ્પોનેન્ટને પ્રાથમિકતાના આધારે ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગેસની અછતના કારણે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ગેસ-બેઝ્ડ બર્નર્સને કેટલાક સમય માટે બંધ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય ૫ માર્ચથી અમલમાં આવ્યો છે અને આગળના આદેશ સુધી તે બંધ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને મુશ્કેલીથી બચાવવા માટે અન્ય વ્યવસ્થાઓ કરી છે. શહેરના ઇલેક્ટ્રિક સ્મશાન અને એર પોલ્યુશન કંટ્રોલ (APC) સિસ્ટમ આધારિત સ્મશાન ચાલુ રહેશે.





