
આ જહાજાે પોતાની ઓળખ છુપાવવા નામ અને ધ્વજ બદલી રહ્યા હતા.મુંબઈના દરિયાકાંઠા નજીક ઓઈલ ભરેલાં ત્રણ શંકાસ્પદ જહાજ જપ્ત.અલ જફઝિયા નામના આ જહાજે ૨૦૨૫માં ઈરાનથી જિબૂતી સુધી ફ્યુઅલ ઓઈલ પહોંચાડ્યું હતું.ભારતે આ મહિને મુંબઈના દરિયાઈ કિનારા નજીકથી ક્રૂડ ઓઈલના ત્રણ જહાજ જપ્ત કર્યા છે. આ જહાજાેના આઈએમઓ નંબર અમેરિકા દ્વારા પ્રતિબંધિત જહાજાે સાથે મળતા આવે છે અને તેમનું ઈરાન સાથે જાેડાણ હોવાની શંકા છે. જાેકે, ઈરાનની નેશનલ ઈરાનિયન ઓઈલ કંપનીએ આ જહાજાે સાથેના કોઈપણ પ્રકારના સંબંધનો ઇનકાર કર્યાે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજાેના નામ સ્ટેલર રૂબી, એસ્ફાલ્ટ સ્ટાર અને અલ જફઝિયા છે.
આ જહાજાે મુંબઈ તટથી લગભગ ૧૦૦ નોટિકલ માઈલ પશ્ચિમમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા જાેવા મળ્યા હતા. જેથી ભારતીય દળોએ તેમને અટકાવ્યા હતા અને વધુ તપાસ માટે મુંબઈ પોર્ટ પર લાવવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, આ જહાજાે પોતાની ઓળખ છુપાવવા માટે વારંવાર તેમના નામ, ધ્વજ અને અન્ય વિગતો બદલી રહ્યા હતા. આ જહાજાેની માલિકી વિદેશી કંપનીઓ પાસે છે. ભારતીય અધિકારીઓએ આ કાર્યવાહીની જાણકારી ૬ ફેબ્રુઆરીએ ‘એક્સ’ પર આપી હતી, પરંતુ બાદમાં તે પોસ્ટ હટાવી દીધી હતી. ભારતીય દરિયાઈ વિસ્તારમાં ૨૪ કલાક નજર રાખવા માટે અંદાજે ૫૫ જહાજાે અને ૧૦-૧૨ વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.અલ જફઝિયા નામના જહાજે ૨૦૨૫માં ઈરાનથી જિબૂતી સુધી ફ્યુઅલ ઓઈલ પહોંચાડ્યું હતું. સ્ટેલર રૂબી નામનું જહાજ અગાઉ ઈરાનના ધ્વજ હેઠળ નોંધાયેલું હતું, જ્યારે એસ્ફાલ્ટ સ્ટાર જહાજ મુખ્યત્વે ચીનની આસપાસના દરિયાઈ માર્ગાે પર સક્રિય રહ્યું છે. અમેરિકાએગયા વર્ષે ગ્લોબલ પીસ, ચિલ-૧ અને ગ્લોરી સ્ટાર-૧ નામના જહાજાે પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઈમાં જપ્ત કરાયેલા જહાજાેના આઈએમઓ નંબર આ પ્રતિબંધિત જહાજાે સાથે મેળ ખાય છે. આ જહાજાે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને તેલના વેપારમાં સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે.




