CEC જ્ઞાનેશ કુમારના સમર્થનમાં ૪૨ પૂર્વ જજ મેદાનમાં કોઈ નક્કર પુરાવાઓ વગરના આક્ષેપો લોકશાહી માટે ખતરારૂપ દેશના ૪૨ પૂર્વ જજાેએ ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય ટોચની બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સતત થઈ રહેલા હુમલાઓને ચિંતા વ્યક્ત કરી દેશના ૪૨ પૂર્વ જજાેએ એક સંયુક્ત ખુલ્લો પત્ર જાહેર કરીને ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય ટોચની બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ જજાેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ નક્કર પુરાવા વિના વોટ ચોરી જેવા ગંભીર આરોપો લગાવવા અને બંધારણીય પદો પર બેઠેલા લોકોને ચોર અથવા વેચાઈ ગયેલા ગણાવવા એક સુનિયોજિત અભિયાનનો ભાગ લાગે છે.
તેમણે ચેતવણી આપી કે રાજકીય લાભ અથવા નિરાશામાં લોકતાંત્રિક સંસ્થાઓની નિષ્પક્ષતા પર આ રીતે સતત કાદવ ઉછાળવો અત્યંત ખતરનાક વલણ છે. તેનાથી જનતાનો પોતાની જ લોકતાંત્રિક વ્યવસ્થા અને સંસ્થાઓ પરથી વિશ્વાસ ઊઠી જવાનું ગંભીર જાેખમ ઊભું થઈ રહ્યું છે, જે સીધી રીતે બંધારણના પાયાને નુકસાન પહોંચાડે છે.
પત્રમાં લખવામાં આવ્યું હતું, “અમે એટલા માટે લખી રહ્યા છીએ કારણ કે આવા સમયે ચૂપ રહેવું હવે કોઈ તટસ્થ વિકલ્પ નથી. અમને ઊંડી ચિંતા છે. ભારતની બંધારણીય સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે.” તેમાં આગળ કહેવામાં આવ્યું, “ભારતનું ચૂંટણી પંચ આ હુમલાઓના કેન્દ્રમાં છે. અહીં સુધી કે ઉચ્ચ ન્યાયતંત્ર, જેનું અમે ખૂબ સન્માન કરીએ છીએ, અને વૈધાનિક એજન્સીઓને પણ છોડવામાં આવી નથી.”
જજાેએ આ વાત પર ભાર મૂક્યો કે આ હુમલા સમજી-વિચારીને કરવામાં આવેલી ટીકા નથી. તેમણે લખ્યું, “આ રાજકીય સ્વાર્થોથી પ્રેરિત એક સુનિયોજિત અભિયાન લાગે છે, જેમાં વિશ્વના સૌથી મોટા લોકતંત્રને અસ્થિર કરવાના સંભવિત વિનાશક પરિણામોની કોઈ પરવા કરવામાં આવી નથી.” મતદાર યાદીના જીૈંઇનો બચાવ કરતાં હસ્તાક્ષર કરનારા પૂર્વ જજાેએ ભારપૂર્વક કહ્યું કે આ કાયદેસર રીતે સ્થાપિત પ્રક્રિયા છે, જેનો હેતુ સ્વચ્છ અને ચોક્કસ મતદાર યાદી સુનિશ્ચિત કરવાનો છે.
પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે “વિશ્વાસ જ લોકશાહીની અસલી મૂડી છે” અને ચૂંટણીની કાયદેસરતા પર સવાલ ઉઠાવવાના પ્રયાસોથી અશાંતિ ફેલાઈ શકે છે અને અરાજક તત્વોને પ્રોત્સાહન મળી શકે છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય લોકો સામેલ છે. હસ્તાક્ષર કરનારાઓમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ પંકજ મિત્તલ પણ સામેલ છે. આ પત્રમાં કોંગ્રેસ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ પર તીખા હુમલા કરવામાં આવ્યા છે, જે આ વિરોધ-પ્રદર્શનમાં સૌથી આગળ છે. પત્રમાં લખવામાં આવ્યું છે, “વોટ ચોરીના આરોપો પ્રેસ કોન્ફરન્સમાં લગાવવામાં આવે છે, કોર્ટમાં નહીં. જ્યારે કમિશન સોગંદનામું માગે છે, ત્યારે કોઈ તેને જમા કરાવતું નથી. હાર્યા બાદ જ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈફસ્)ને દોષ આપવામાં આવે છે. એ જ મશીનોથી મળેલી જીત પર કોઈ સવાલ ઉઠાવવામાં આવતો નથી. જે પાર્ટીએ પાંચ દાયકાથી વધુ સમય સુધી દેશ પર શાસન કર્યું, એ જ હવે દાવો કરી રહી છે કે જે સિસ્ટમે તેને ચૂંટ્યું, તેમાં જ ગોટાળો થયો છે.”
તેમાં આગળ કહેવામાં આવ્યું છે, “આ પાર્ટી એકલી આવું નથી કરતી. એક્ટિવિસ્ટ સંગઠનો, જેમનો પસંદગીના મામલાઓમાં કેસ કરવાનો લાંબો રેકોર્ડ રહ્યો છે, આ દાવાઓને કાનૂની સ્વરૂપ આપવાનો પ્રયાસ કરે છે. તેઓ એક પછી એક અરજીઓ દાખલ કરે છે. તેઓ ભાગ્યે જ પુરાવા રજૂ કરે છે. કોર્ટરૂમ એક મંચ બની જાય છે અને જ્યારે ચુકાદો આવે છે, ત્યારે જાે તે તેમના પક્ષમાં ન હોય તો તેની ટીકા કરવામાં આવે છે. ત્યારબાદ ઝેરી નિવેદનોને મોટા પાયે ફેલાવવામાં આવે છે, જેનો હેતુ જાણીજાેઈને એક સ્થાપિત અને વિશ્વસનીય ન્યાયિક વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઓછો કરવાનો હોય છે.”




