(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજે આપણે વાત કરીએ, પેટ્રોલપંપ પર કામ કરતી બહેનોની, ભારતમાં ૮૦ મહિલા પેટ્રોલ પંપો છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, વિગેરે બધા મળીને આ પેટ્રોલપંપો પર લગભગ કુલ દસ હજારથી વધુ બહેનો સમગ્ર ભારતમાં પેટ્રોલપંપો પર કામ કરે છે. જેમાં એકલા ભારત પેટ્રોલિયમમાં જ ૬૮૦૦ મહિલાઓ પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. મોટે ભાગે આ મહિલાઓ અને યુવતીઓ, મહિલા પેટ્રોલપંપ પર મેનેજર થી માંડી ને પમ્પ એટેન્ડન્ટ સુધીનાં કામો કરે છે. છુટીછવાઈ બહેનો પણ પેટ્રોલપંપો પર કામ કરતી જોવા મળે છે. જ્યાં મહિલા અને પુરુષોનો મીશ્ર સ્ટાફ હોય છે.
સામાન્ય રીતે આપણું માનસ અને આંખો પુરુષોને જ પેટ્રોલપંપ પર કામ કરતા હોય તેવું માને છે, અને જોવા ટેવાયેલું છે. પરંતુ મહિલાઓએ પુરુષવર્ગની,આ ક્ષેત્રના વર્ચસ્વની બેડી તોડી નાંખી છે. હજુ આખો ભારતીય સમાજ આ બદલાવ સ્વીકારી શક્યો નથી.
આ પેટ્રોલપંપ પર કામ કરતી મહિલાઓ માટે બે શિફ્ટ હોય છે. સવારની શિફ્ટ ૬:૩૦ વાગે શરૂ થાય તો ૨:૦૦ વાગે પૂરી થાય અને બીજી શિફ્ટ ૨:૧૫ વાગે બપોરે શરૂ થાય તે રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી હોય છે. મોટે ભાગે પેટ્રોલ ભરવા માટે યુવતીઓ હોય છે અને મેનેજર અને માલિક તરીકે મહિલાઓ કામ કરે છે. પેટ્રોલપંપ પર કામ કરવા આવતી યુવતીઓ યુનિફોર્મ પહેરીને આવે છે. તેઓની કામગીરીમાં ફ્યુએલ ડીસપેન્સરથી પેટ્રોલ ભરી આપવાનું, કેશ સંભાળવાનું, ડીજીટલ પેમેન્ટ્સ, પેટ્રોલ પંપની સલામતી માટેના સાધનોની સંભાળ, પેટ્રોલપંપ પર ટ્રાફીક થઈ જાય તો, માર્ગદર્શન આપવાનું, પેટ્રોલપંપ પર કોઈ ગ્રાહક સીગરેટ વગેરે ના પીએ ને
દીવાસળી વિગેરે ના પડે ને આગ ના લાગે તેનું ધ્યાન રાખવાની કામગીરી કરે છે. આમ હવે ભારતના દરેક કાર્યક્ષેત્રમાં બહેનો હવે પગરણ માંડી, ડંકો વગાડી રહી છે. હવે




