૫ ફૂટ ઊંડે સુધી દેખાયું નદીનું તળિયું ૧૯ દિવસની સફાઈ બાદ ખીલી ઊઠી હરિદ્વારની ગંગા ગંગામાં ફરી પાણી છોડાતાં સામે આવ્યું પારદર્શક જળનું અદભુત સ્વરૂપ; સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતી પવિત્ર ગંગા નદીએ સફાઈ બાદ જાણે નવું રૂપ ધારણ કર્યું હોય તેવાં અદભુત દૃશ્યો સામે આવ્યાં છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં છેલ્લા ૧૯ દિવસથી ગંગામાં પાણીનો પ્રવાહ રોકીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ફરી નદીમાં પાણી છોડવામાં આવતાં તેનું પાણી અત્યંત સ્વચ્છ અને પારદર્શક જાેવા મળી રહ્યું છે. સ્થિતિ એવી છે કે નદીમાં આશરે પાંચ ફૂટ ઊંડે સુધીનો તળિયાનો ભાગ પણ સ્પષ્ટ જાેઈ શકાય છે. ગંગાના આ અદભુત દૃશ્યોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ, હરિદ્વારમાં ગંગા નદીમાં છેલ્લા ૧૯ દિવસથી પાણીનો પ્રવાહ રોકીને સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન નદીના પટમાં જમા થયેલી ગંદકી અને અન્ય કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનું સ્તર ઘટતાં નદીના પટમાં છુપાયેલી અનેક ઐતિહાસિક બાબતો પણ સામે આવી હતી. હવે સફાઈ બાદ ફરી પાણી છોડવામાં આવતાં ગંગાનું સ્વચ્છ અને પારદર્શક સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચંચલ કુમાર નામના યુઝરે શેર કરેલા વીડિયોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં ગંગાનું પાણી એટલું પારદર્શક જાેવા મળે છે કે આશરે પાંચ ફૂટ ઊંડે સુધી નદીનો તળિયાનો ભાગ સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં ઘાટ અને તેની આસપાસનાં દૃશ્યો પણ ખૂબ સુંદર રીતે જાેવા મળે છે.વીડિયો શેર કરનાર ચંચલ કુમારે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ છૈં દ્વારા તૈયાર કરવામાં આવેલું દૃશ્ય નથી, પરંતુ હરિદ્વારમાં સફાઈ બાદ ગંગાની વાસ્તવિક સ્થિતિ છે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે અગાઉ ક્યારેય ગંગાનું પાણી આટલું સ્વચ્છ જાેયું નહોતું.
ગંગાની સફાઈ દરમિયાન નદીના પટમાંથી અંગ્રેજાેના સમયનો આશરે ૧૭૫ વર્ષ જૂનો રેલવે ટ્રેક પણ જાેવા મળ્યો હતો. પાણીનું સ્તર ઘટતાં આ ઐતિહાસિક પાટા બહાર આવ્યા હતા. દર વર્ષે નદીની સફાઈ દરમિયાન પાણી ઘટતાં આ ટ્રેકની ઝલક જાેવા મળતી હોવાનું જણાવવામાં આવે છે. સફાઈ દરમિયાન સામે આવેલા આ ઐતિહાસિક રેલવે ટ્રેકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.ચંચલ કુમાર ઉપરાંત ધીરુ બોહરા સહિતના અન્ય સોશિયલ મીડિયા ક્રિએટર્સે પણ ગંગાના સ્વચ્છ પાણીના વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં નદીનું પાણી સ્વચ્છ અને ચમકતું જાેવા મળે છે. ૧૯ દિવસ બાદ ફરી પાણી છોડવામાં આવતાં ગંગાનું બદલાયેલું સ્વરૂપ જાેઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ગંગાના સ્વચ્છ પાણીના વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોએ ગંગાનું આ સ્વરૂપ હંમેશાં જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી છે, તો કેટલાકે લોકોને નદીમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. લોકોનું કહેવું છે કે સફાઈ અભિયાનની અસર માત્ર થોડા દિવસો પૂરતી મર્યાદિત ન રહેવી જાેઈએ.




