દિવાળી પહેલાં મોંઘવારીનો વધુ એક ડામ ખાંડના ભાવમાં કિલોએ રૂ.૪નો વધારો, ૧૨ મહિનામાં રૂ.૧૫ મોંઘી થઈ એક મહિનામાં ચાર રૂપિયાનો વધારો, છૂટક બજારમાં કિલો ખાંડનો ભાવ ૬૫ રૂપિયા પહોંચ્યો દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો બજારોમાં જરુરિયાતની વસ્તુ ખરીદી રહ્યા છે. પરંતુ આ વખતે જાણ મોંઘવારી વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. બજારમાં પહેલા અમૂલ ઘી-બટરના ભાવો વધ્યા પછી સીએનજી ગેસના ભાવમાં પણ વધતાં સામાન્ય લોકોને આર્થિક ફટકો પડ્યો છે. જાેકે, હવે એક મહિના અલ્પગાળામાં ખાંડના ભાવમાં પણ પ્રતિ કિલોએ રુ. ૪નો વધારો ઝીંકાતાં મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે.દિવાળી અને નૂતન વર્ષના તહેવારમાં લોકો એકબીજાને મોંઢું મીઠું કરાવતા હોય છે. પરંતુ એક જ મહિનામાં ખાંડના ભાવમાં રુ.૪નો વધારો થઈને મોંઘી થઈ છે. બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી જીવનજરુરિયાતની વસ્તુઓ જેમ કે, દાળ, ઘી, ચોખાના ભાવમાં ભારે વધારો થયો છે. આ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો નોંધાતાં લોકોની દિવાળી ફિક્કી બની છે.ખાંડના ભાવની વાત કરીએ તો, છૂટક બજારમાં કિલો ખાંડનો ભાવ ૬૫ રુપિયા થઈ ગયો છે. જ્યારે બીજી બાજુ મુખ્ય જથ્થાબંધ બજારોમાીં સરેરાશ ભાવ રુ. ૫૫.૪૦ પ્રતિ કિલોની સપાટીએ જાેવા મળ્યો છે. દિવાળી જેવો તહેવાર આી રહ્યો હોવાથી બજારમાં ચોકલેટ, મીઠાઈની ભારે ડિમાન્ડ વચ્ચે ખાંડનો પુરવઠો ઓછો થવાના લીધે કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.દિવાળીમાં ખાંડની ડિમાન્ડમાં વધારોગત વર્ષે ખાંડનો સરેરાશ ભાવ ૪૮ પ્રતિ કિલોની આસપાસ હતો. પરંતુ માત્ર ૧૨ મહિનામાં જ ખાંડ રુ.૧૫ જેટલી મોંઘી થતાં ગૃહિણીઓ અને આમ જનતનું બજેટ ખોરવાઈ ગયું છે. તેમજ આ ભાવ વધારો ૧૩ દિવસમાં બીજી વખત ભાવ વધારો થઈ રહ્યો છે. સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે મિલોમાં સપ્લાય મર્યાદિત રહી છે. જેના લીધે દિવાળી જેવા તહેવારો હોવાથી ખાંડની ડિમાન્ડ અચાનક બેગણી થઈ ગઈ છે.




