જેન-ઝી પર બાબા રામદેવનું નિવેદન વી વોન્ટ ફ્રીડમના નારા લગાવે છે પણ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ગુલામ છે તેમણે વધુ બાળકો પેદા કરનારાઓના વોટિંગ અધિકાર છીનવી લેવા અને સરકારી લાભોથી વંચિત કરવા સૂચવ્યું બાબા રામદેવે યુવાનોના પ્રદર્શન કરવા અને વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ ફ્રીડમ જેવા નારા લગાવવા પર ટિપ્પણી કરી છે. યોગ ગુરુએ કહ્યું કે આઝાદીના નારા લગાવે છે, વી વોન્ટ ફ્રીડમ, વી વોન્ટ જસ્ટિસ. પરંતુ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ગુલામ છે. તમે આઝાદ ક્યાં છો, ચમડી-દમડીના ગુલામ છો. કોઈની આંખ જાેઈ, કોઈની નાક જાેઈ અને કહ્યું કે આપકી નજરોં ને સમઝા પ્યાર કે કાબિલ હમેં, દિલ કી એ ધડકન ઠહર જા, મિલ ગયા કાતિલ હમેં. બાબા રામદેવે કહ્યું કે આઝાદીનો સાચો અર્થ સમજવાની જરૂર છે.
પતંજલિના નામે મોટો બિઝનેસ ઊભો કરવાના સવાલ પર યોગ ગુરુએ કહ્યું કે કારોબારને હીન દ્રષ્ટિથી જાેવો એ દેશનું દુર્ભાગ્ય છે. તેમણે કહ્યું કે દેશમાં આ એક મોટી સમસ્યા છે. ય્ીહ ઢનો એ મતલબ નથી કે તમે નાના કપડાં પહેરવાનું શરૂ કરી દીધું અને મોબાઇલ રાખવાનું શરૂ કરી દીધું. તમે સોશિયલ મીડિયા પર કેટલાક ફોલોઅર્સ બનાવી લીધા અને કેટલાક ગાળો બોલીને અથવા તો ઓછા કપડાં પહેરીને ભેગા કરી લીધા.
શું એક વાર ફરીથી તમે આંદોલન કરશો? તેના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે કેમ ઊભા નહીં થઈએ. શું આપણે મઠોમાં બેસવા માટે સંન્યાસી બન્યા છીએ કે ભંડારો ખાવા માટે બાબા બન્યા છીએ.
તેમણે દેશની વધતી વસ્તીને લઈને પણ ટિપ્પણી કરી. યોગ ગુરુએ કહ્યું કે વસ્તી પર ૧૦૦ ટકા કંટ્રોલ કરવામાં આવે. જે લોકો વધુ બાળકો પેદા કરે છે, તેમના વોટિંગના અધિકારો છીનવી લેવામાં આવે અને તેમને સરકારી લાભોથી પણ વંચિત કરવામાં આવે.
તમારું નામ રામકૃષ્ણ યાદવ હતું? એવો સવાલ પૂછવામાં આવતા બાબા રામદેવે કહ્યું કે તમે પણ મારી જ્ઞાતિનું નામ લઈ લીધું. આ જ વાતને હું ખરાબ માનું છું કે લોકો જ્ઞાતિસૂચક શબ્દો બોલવાથી ઉપર નથી આવતા. હું સાધુ છું, છતાં તમે મારા માટે જ્ઞાતિસૂચક નામ કેમ બોલ્યા, આ વાત પર મને વાંધો છે. સાધુની જ્ઞાતિ તો ન જાેવી જાેઈએ.
જણાવી દઈએ કે આ પહેલા બાબા રામદેવે મીડિયા સાથે વાત કરતા પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમનું કહેવું હતું કે નોકરીઓમાં કૌભાંડ થઈ રહ્યું છે. જાે આવા જ હાલત રહ્યા તો હું પણ ભૂખ હડતાળ પર બેસી શકું છું. જાે કે બાબા રામદેવે એ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ઘણા સારા પગલાં ભર્યા છે.





