
ટ્રમ્પના નેતાઓએ રજૂ કર્યું ખતરનાક બિલ!.શું ભારતીય IT એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ?.વિઝાની મર્યાદા ઘટશે, લઘુત્તમ પગાર ઇં૨૦૦,૦૦૦ થશે અને પરિવારને સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ.જાે તમે કે તમારા સ્વજનો અમેરિકા જઈને નોકરી કરવાનું સપનું જાેઈ રહ્યા છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે. અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ ૩ વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સહિતના અનેક આકરા નિયમો સૂચવવામાં આવ્યા છે. આ પ્રસ્તાવની સૌથી મોટી અને સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે.
એરિઝોનાના કોંગ્રેસમેન એલી ક્રેને અન્ય સાત રિપબ્લિકન નેતાઓના ટેકા સાથે “એન્ડ ધ ૐ-૧મ્ વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬” નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલને ટેકો આપનારાઓમાં બ્રાયન બેબીન, બ્રાન્ડન ગિલ, વેસ્લી હન્ટ, કીથ સેલ્ફ, એન્ડી ઓગલ્સ, પોલ ગોસર અને ટોમ મેકક્લિન્ટોકનો સમાવેશ થાય છે. આ કાયદા નિર્માતાઓનો સીધો આરોપ છે કે અમેરિકન IT કંપનીઓ સસ્તા વિદેશી કામદારો મેળવવા માટે ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામનો મોટા પાયે દુરુપયોગ કરી રહી છે, જેનાથી સ્થાનિક અમેરિકનોને નોકરીઓથી વંચિત રહેવું પડે છે.
આ બિલમાં ૐ-૧મ્ વિઝા સિસ્ટમમાં અત્યંત કડક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. હાલમાં દર વર્ષે અપાતા વિઝાની મર્યાદા ૬૫,૦૦૦ છે, જેને ઘટાડીને સીધી ૨૫,૦૦૦ કરવાની દરખાસ્ત છે. એટલું જ નહીં, H-1B વિઝા ધારકોનો લઘુત્તમ વાર્ષિક પગાર ઇં૨૦૦,૦૦૦ નક્કી કરવાનો પ્રસ્તાવ છે, જે હાલના પગાર ધોરણો કરતા ઘણો ઊંચો છે. આ ઉપરાંત, એક મોટો ફટકો એ છે કે આ વિઝા પર અમેરિકા જતા લોકો પોતાના પરિવારજનો કે આશ્રિતોને હવે સાથે નહીં લઈ જઈ શકે. ભારતના હજારો IT એન્જિનિયરો અને ડૉક્ટર્સ H-1B વિઝાનો સૌથી વધુ લાભ લે છે, તેથી તેમના માટે આ નવા નિયમો એક મોટો પડકાર બની શકે છે. નવા પ્રસ્તાવ મુજબ, હાલની વિઝા ફાળવણીની લોટરી સિસ્ટમ નાબૂદ કરીને પગાર-આધારિત પસંદગી પ્રણાલી લાગુ કરવામાં આવશે. નોકરી આપતી કંપનીઓએ પ્રમાણિત કરવું પડશે કે તેમને સ્થાનિક લાયક અમેરિકન કર્મચારીઓ મળ્યા નથી અને તેમણે કોઈ પણ જૂના કર્મચારીઓને છૂટા કર્યા નથી. સાથે જ, H-1B કામદારો માટે એકસાથે બહુવિધ નોકરીઓ કરવા પર અને થર્ડ-પાર્ટી ભરતી એજન્સીઓ દ્વારા નોકરી મેળવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ બિલ માત્ર વિઝા પૂરતું સીમિત નથી, પરંતુ તે વિદેશી કામદારોના અમેરિકામાં કાયમી વસવાટના રસ્તા પણ બંધ કરવા માંગે છે. ફેડરલ એજન્સીઓને આવા કામદારોને સ્પોન્સર કરવા પર રોક લગાવવામાં આવશે. આ ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓને ભણતર પછી કામ કરવાની તક આપતા ર્ંઁ્ પ્રોગ્રામને રદ કરવાનો પણ પ્રસ્તાવ છે. બિલમાં સ્પષ્ટ કરાયું છે કે ૐ-૧મ્ વિઝા ધારકો ભવિષ્યમાં કાયમી નિવાસી (ગ્રીન કાર્ડ ધારક) બની શકશે નહીં અને તેમણે અમેરિકામાં અન્ય કોઈ વિઝા સ્ટેટસ મેળવતા પહેલા ફરજિયાતપણે એકવાર દેશ છોડવો પડશે.





