
સોનિયા ગાંધીએ મોદી સરકાર વિરુદ્ધ લડી લેવાનું આહ્વાન કર્યું.મોદી સરકારે મનરેગા ઉપર બુલડોઝર ફેરવી દીધું : કોંગ્રેસ.સોનિયા ગાંધીએ કહ્યું કે હવે કોને, કેટલો, ક્યા અને કઈ પ્રકારે રોજગાર મળશે, તે જમીની હકીકતથી દૂર દિલ્હીમાં બેસી સરકાર નક્કી કરશ.કેન્દ્રની એનડીએ સરકારે સંસદના શિયાળુ સત્રમાં મનરેગાની જગ્યા પર વીબી-જી રામ જી બિલ લઈને આવી અને બિલને સંસદના બંને ગૃહમાં પાસ કરાવી લીધું છે. આ બિલ પાસ થયા બાદ કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીનો એક વીડિયો સંદેશ આવ્યો છે. પોતાના વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ ૨૦ વર્ષ પહેલા લાવવામાં આવેલા મનરેગા કાયદાને ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે. આ સિવાય તેમણે નવા કાયદાને લઈને કહ્યું કે સરકારે મનરેગા પર બુલડોઝર લગાવી દીધું. સોનિયા ગાંધીએ કહ્યું કે હવે કોને, કેટલો, ક્યા અને કઈ પ્રકારે રોજગાર મળશે, તે જમીની હકીકતથી દૂર દિલ્હીમાં બેસી સરકાર નક્કી કરશે.
સોનિયા ગાંધીએ કહ્યું- મને આજે પણ યાદ છે, ૨૦ વર્ષ પહેલા ડો. મનમોહન સિંહ જી પ્રધાનમંત્રી હતા, ત્યારે સંસદમાં મનરેગા કાયદો સહમતિથી પાસ કરવામાં આવ્યો હતો. આ ક્રાંતિકારી પગલું હતું, જેનો ફાયદો કરોડો ગ્રામીણ પરિવારોને મળ્યો હતો. ખાસ કરી વંચિત, શોષિત, ગરીબ અને અતિગરીબ લોકો માટે રોજી-રોટીનું માધ્યમ બન્યો હતો. રોજગાર માટે પોતાની જમીન, પોતાનું ગામ, પોતાનો ઘર-પરિવાર છોડી પલાયન કરવામાં ઘટાડો થયો હતો. રોજગારને કાયદાકીય હક આપવામાં આવ્યો, સાથે ગ્રામ પંચાયતોને તાકાત મળી. મનરેગા દ્વારા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપનાને ભારત તરફથી ભરવામાં આવેલું એક મજબૂત પગલું ભર્યું હતું.
સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું- છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ ક્ષેત્રોના બેરોજગાર, ગરીબો અને વંચિતોના હિતોને નજરઅંદાજ કરી મનરેગાને નબળો પાડવાનો પ્રયાસ કર્યો, જ્યારે કોવિડના સમયે આ ગરીબ વર્ગ માટે સંજીવની સાબિત થયો હતો. પરંતુ અફસોસની વાત છે કે હાલમાં સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું. ન માત્ર મહાત્મા ગાંધીનું નામ હટાવવામાં આવ્યું, પરંતુ મનરેગાનું રૂપ-સ્વરૂપ વિચાર-ચર્ચા વગર, કોઈની સલાહ વગર, વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર બદલી નાખ્યું. હવે કોીને કઈ રીતે રોજગાર મળશે, તે જમીની હકીકતથી દૂર દિલ્હીની સરકાર નક્કી કરશે.
સોનિયા ગાંધીએ આગળ કહ્યું- કોંગ્રેસનું મનરેગા લાવવા અને લાગૂ કરવામાં મોટું યોગદાન હતું, પરંતુ આ પાર્ટી સાથે જાેડાયેલો મામલો નહોતો. આ દેશહિત અને જનહિત સાથે જાેડાયેલી યોજના હતી. મોદી સરકારે આ કાયદાને નબળો પાડી દેશના કરોડો ખેડૂતો, શ્રમિકો અને જમીન વગરના ગ્રામઈ વર્ગના ગરીબોના હિત પર હુમલો કર્યો છે. આ હુમલાનો મુકાબલો કરવા માટે અમે તૈયાર છીએ. ૨૦ વર્ષ પહેલા પોતાના ગરીબ ભાઈ-બહેનોને રોજગારનો અધિકાર અપાવવા માટે હું પણ લડી હતી, આજે પણ આ કાળા કાયદા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છું. મારા જેવા કોંગ્રેસના બધા નેતા અને લાખો કાર્યકર્તા તમારી સાથે ઉભા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસનું મનરેગા લાવવું અને લાગુ કરવામાં મોટું યોગદાન હતું. પણ આ પાર્ટી સાથે જાેડાયેલો મામલો ક્યારેય નહોતો. આ દેશહિત અને જનહિત સાથે જાેડાયેલી યોજના હતી. મોદી સરકારે આ કાયદાને નબળો કરી દેશના કરોડો ખેડૂતો, શ્રમિકો અને જમીનવિહોણા વર્ગના ગરીબોના હિત પર હુમલો કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે આ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. ૨૦ વર્ષ પહેલા આપણા ગરીબ ભાઈ-બહેનને રોજગાર અધિકાર અપાવવા માટે હું પણ લડી હતી, આજે પણ આ કાળા કાયદા વિરુદ્ધ લડવા માટે કટિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે, મારા જેવા કોંગ્રેસના તમામ નેતા અને લાખો કાર્યકર્તા આપની સાથે ઊભા છે.





