પટના-ચંડીગઢમાં વોટર કેનન, આસામમાં ગૌરવ ગોગોઈની અટકાયત ચૂંટણી પંચની કામગીરી-મતદાર યાદીની પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે અસમ, દિલ્હી, ચંદીગઢ, પટના સહિત અનેક રાજ્યોમાં દેખાવો થયા હતા
દેશભરમાં ચૂંટણી પંચ (ECI)ની કામગીરી અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયાને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમને પદ પરથી હટાવવાની માગ સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
શુક્રવારે અસમથી લઈને ચંદીગઢ, પટના અને દિલ્હી સુધી ઉગ્ર દેખાવો જાેવા મળ્યા હતા, જેમાં અસમ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ચૂંટણી પંચના વલણ સામે કોંગ્રેસ કાર્યકરોએ દેશના અલગ-અલગ રાજ્યોમાં આક્રમક દેખાવો યોજ્યા હતા. ચંદીગઢ અને પટના ખાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોને અટકાવવા માટે પોલીસે પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. બીજી તરફ ગુવાહાટીમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા અસમ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈ અને અન્ય વરિષ્ઠ પક્ષીય નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. ચંદીગઢમાં પ્રદર્શન દરમિયાન પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વડિંગે આરોપ મૂક્યો હતો કે સમગ્ર દેશમાં મતોની ચોરી થઈ રહી છે અને એકલા પંજાબમાં ૨૦ લાખ મતો કાઢી નાખવામાં આવ્યા છે, જેથી જીૈંઇ પ્રક્રિયા તુરંત અટકાવીને એફઆઈઆર નોંધવી જાેઈએ. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ચૂંટણી પંચની મુખ્ય કચેરી અને જંતર-મંતર બહાર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતીય યુવા કોંગ્રેસ (IYC) અને કોંગ્રેસના કાર્યકરોએ મોરચો માંડ્યો હતો. આ સિવાય મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ તેમજ પુડુચેરી જેવા રાજ્યોમાં પણ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે જાેરદાર દેખાવો કર્યા હતા. આ સમગ્ર વિવાદની શરૂઆત એક મીડિયા રિપોર્ટ બાદ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જાેશીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૪ વખત જીૈંઇ પ્રક્રિયા સાથે જાેડાયેલા ર્નિણયો પર ગંભીર આપત્તિઓ નોંધી હતી. આ વાંધાઓમાં મતદાર નોંધણી, નામો ઉમેરવા કે રદ કરવા અને ડેટાબેઝ સુધી પહોંચ જેવા સંવેદનશીલ મુદ્દાઓ સામેલ હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ભારતમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સહિત અનેક વિધાનસભા ચૂંટણીઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ મુદ્દે વાયનાડ ખાતે પ્રતિક્રિયા આપતાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, દેશભરમાં ૧૩ કરોડ મતદારોના નામ હટાવી દેવાયા હોવાના પુરાવા છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કરવી એ દેશદ્રોહ સમાન ગંભીર કૃત્ય છે.
ચૂંટણી પંચે પોતાના સત્તાવાર નિવેદનમાં આંતરિક મતભેદના દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બહુ-સદસ્યીય સંસ્થામાં વહીવટી સ્તરે સૂચનો અને પ્રતિભાવો મેળવવા તે એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. પંચે વધુમાં જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અંતિમ ર્નિણયો સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા.




