હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી ચેન્નઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવરબેન્ક ફાટતા આગ લાગી ગઈ ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૬૧૧૫માં પાવર બેન્કમાં આગ લાગ્યા બાદ હૈદરાબાદ ડાયવર્ટ કરી દીધી હતી દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૬૧૧૫માં પાવર બેન્કમાં આગ લાગ્યા બાદ હૈદરાબાદ ડાયવર્ટ કરી દીધી. વિમાનમાં આગ લાગવાની ઘટના બાદ ક્રૂ તરત એક્શનમાં આવ્યા. શરુઆતી જાણકારી અનુસાર ક્રૂએ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં વિમાનને હૈદરાબાદ તરફ ડાયવર્ટ કર્યું હોવાની જાણકારી મળી રહી છે. આ ઘટના આજે એટલે કે, ૧૧ ઓક્ટોબરના ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૬૧૧૫માં થઈ છે. એરલાઈનના જણાવ્યા અનુસાર, વિમાનમાં ધુમાડો નીકળવાની જાણકારી મળતા જ કેબિન ક્રૂએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થિતિને સંભાળી લીધી. ત્યાર બાદ સુરક્ષાને ધ્યાન રાખતા વિમાનને હૈદરાબાદ લઈ જવાનો ર્નિણય લેવાયો.
વિમાન દિલ્હીથઈ ચેન્નઈ જઈ રહ્યું હતું. આ દરમ્યાન એક યાત્રીના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. શરુઆતી જાણકારીમાં પાવર બેન્કમાં આગ લાગી હોવાની વાત કહેવાઈ હતી, પણ ઈન્ડિગોએ પોતાના નિવેદનમાં ડિવાઈસની ઓળખ નથી બતાવી. એરલાઈને ખાલી ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી ધુમાડો નીકળવાની પુષ્ટિ કરી છે. વિમાનમાં ધુમાડો નીકળ્યા બાદ ક્રૂએ તાત્કાલિક સ્થિતિને સંભાળી લીધી. ત્યાર બાદ પાયલટે વિમાનને હૈદરાબાદ ડાયવર્ટ કરી દીધી. વિમાન ત્યાં સુરક્ષિત ઉતરી ગયું છે. હાલમાં આ સ્પષ્ટ નથી થયું કે ડિવાઈસમાંથી ધુમાડો નીકળવાનું કારણ શું હતું.
હૈદરાબાદમાં વિમાન ઉતર્યા બાદ યાત્રીઓને આગળની યાત્રા માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન્ડિગોએ કહ્યું કે, યાત્રીઓને જલપાનની વ્યવસ્થા કરી છે અને તેમને આગળની યાત્રી સાથે જાેડાયેલી જાણકારી આપવામાં આવી રહી છે. એરલાઈને આ જ કારણથી યાત્રીઓને થયેલી તકલીફ બદલ ખેદ વ્યકત કર્યો છે. ઘટના બાદ ઈન્ડિગોએ કહ્યું કે, યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.




