
બેંગલુરુના કાફેએ હદ કરી! લીંબુ પાણીના બિલમાં ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ વસૂલતા વિવાદ એક્સ’(ટ્વિટર) અને રેડિટ પર વાયરલ થઈ રહેલી આ રસીદે લોકો વચ્ચે ચર્ચા જગાવી છે મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઈંધણ સંકટની અસર આખી દુનિયામાં જાેવા મળી રહી છે. ભારતમાં પણ ગેસને લઈને હોબાળો મચ્યો છે. ગેસની અછતને કારણે ઘણા રેસ્ટોરન્ટ્સ બંધ છે તો કેટલાક હવે બિલમાં ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ ઉમેરવા લાગ્યા છે. હાલમાં જ એક કાફેના બિલમાં ‘ગેસ ક્રાઈસીસ ચાર્જ’ ઉમેરવાનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
‘એક્સ’(ટ્વિટર) અને રેડિટ પર વાયરલ થઈ રહેલી આ રસીદે લોકો વચ્ચે ચર્ચા જગાવી છે.બેંગલુરુના થિયો કાફેએ ગ્રાહકને બે મિન્ટ લેમનેડ (ફુદીના વાળું લીંબુ પાણી)નું બિલ આપ્યું, જે જાેઈને ગ્રાહક પણ હેરાન રહી ગયો. લીંબુ પાણીના એક ગ્લાસની કિંમત ૧૭૯ રૂપિયા છે, અને ૨ ગ્લાસનું ટોટલ ૩૫૮ રૂપિયા થાય છે. પરંતુ બિલમાં ૫ ટકા ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ પેટે ૧૭.૦૧ રૂપિયા પણ ઉમેરવામાં આવ્યા, જેમાં અન્ય ચાર્જ ઉમેરતા કુલ કિંમત ૩૭૪ રૂપિયા થઈ ગઈ હતી. કાફે મેનેજમેન્ટે હજુ સુધી આ ‘ગેસ ક્રાઇસીસ ચાર્જ’ પાછળનું કારણ સાર્વજનિક રીતે સ્પષ્ટ કર્યું નથી.સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટને હજારો લોકો જાેઈ ચૂક્યા છે અને પ્રતિક્રિયાઓ તીખી છે. એક યુઝરે લખ્યું, ‘સૌથી પહેલા તો લેમનેડ ગેસ સ્ટવ પર કોણ બનાવે છે? આ ગ્રાહક સુરક્ષા કાયદો-૨૦૧૯ હેઠળ ગેરકાયદેસર છે. ઈંધણ સંકટના નામે વધારાનો ચાર્જ લેવો એ અયોગ્ય વ્યાપારી પ્રથા છે. જાે અનિવાર્ય હોય તો ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.’




