કહ્યું- તેમણે જવાબ આપવો જાેઈએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ભાજપના સાથી પક્ષો પણ ચિંતિત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) રિપોર્ટને કારણે વિવાદ સર્જાયો
સ્પૅશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગેના એક મીડિયા રિપોર્ટ બાદ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિવાદો ઘેરા બન્યા છે, જેના પગલે સત્તાારૂઢ NDA ગઠબંધનના સાથી પક્ષો દ્વારા કમિશનર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી છે. જ્યારે વિપક્ષ દ્વારા તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ સમગ્ર મામલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. ચૂંટણી પંચને જનતા સમક્ષ પોતાનો પક્ષ મજબૂતાઈથી મૂકવા આહ્વાન કર્યું હતું. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ ર્નિણયો પરસ્પર સહમતિથી જ લેવામાં આવ્યા હતા. એક બીજા સાથે અસંમત હોવું તે તંદુરસ્ત લોકશાહીનો જ એક ભાગ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેમને સરકારી સાક્ષી બનવાની સલાહ આપતા રાજીનામાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાઈક અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ પણ મતદાર યાદીમાંથી ૩૦ લાખ નામ કપાવાના દાવા સાથે સવાલો ઉઠાવ્યા હતા અને જીૈંઇ પ્રક્રિયા પર પુન:વિચારણા કરવાની માંગ કરી હતી. વિપક્ષો અને વિવિધ સંગઠનો આ મુદ્દે આક્રમક જાેવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તો આજે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હોવા ઉપરાંત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પણ જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત તે તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરશે.
આ વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પણ આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે અને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપતા ચેતવણી આપવામાં આવી છે કે જાે જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો આગામી ૨ ઓક્ટોબરથી મુંબઈથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે ઊભા થયેલા આ સવાલોને કારણે દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ વેગ પકડે તેવી સંભાવના છે.




