
કૃત્યોને ડામવા માટે કાયદાનો અસરકાર અમલ જરૂરી જાતિય શોષણ માટે તસ્કરીના કેસમાં પોક્સો લાગે: સુપ્રીમ સેક્સ વર્કર્સ અને તસ્કરીના ભોગ બનેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ર્નિદેશો જારી કર્યાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે વ્યવસાયિક જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ સગીર હોય તો આરોપી પર ભારતીય દંડ સંહિતા (IPC) અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) ધારા (ITPA) ઉપરાંત આકરા પોક્સો ધારા હેઠળ કાર્યવાહી કરી શકાય છે. સર્વાેચ્ચ અદાલતે સેક્સ વર્કર્સ અને માનવ તસ્કરીના ભોગ બનેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખીને અનેક દિર્શાનિદેશો જારી કર્યાં હતાં. ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે શુક્રવારે જણાવ્યું હતું કે જાે કોઈ સગીર વયની વ્યક્તિને ધમકી, બળજબરી, અપહરણ, છેતરપિંડી, સત્તાનો દુરુપયોગ અથવા અન્ય કોઈ દબાણ દ્વારા યૌન શોષણ માટે ધકેલવામાં આવી હોય, તો તેની સંમતિ કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં. તસ્કરીનો ભોગ બનેલા બાળકની સંમતિ અપ્રસ્તુત છે, ભલે કોઈ દબાણ કે બળજબરીનો ઉપયોગ થયો હોય કે નહીં. ખંડપીઠે જણાવ્યું હતું કે માનવ તસ્કરીના ગુનામાં મુખ્ય ધ્યાન આરોપીઓના કૃત્યો અને ઇરાદાઓ પર કેન્દ્રિત હોવું જાેઈએ. જાે તસ્કરીના આરોપો સાબિત થાય, તો પીડિતે સંમતિ આપી હતી કે નહીં તે બાબત અપ્રાસંગિક બની જાય છે. આવા ભોગ બનેલા વ્યક્તિએ સંમતિ આપી હતી તેવો બચાવ ચાલી શકે નહીં. ચુકાદામાં જણાવાયું હતું કે કોઈ વ્યક્તિને ખબર હોય કે તે સેક્સ ઇન્ડસ્ટ્રી અથવા વેશ્યાવૃત્તિમાં કામ કરી રહી છે, તો પણ તે માનવ તસ્કરીનો ભોગ બની શકે છે, કારણ કે તેને કામની વાસ્તવિક સ્થિતિઓ વિશે ખોટું બોલીને છેતરવામાં આવી હોઈ શકે છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય બંધારણનો કલમ ૨૩ હેઠળ માનવ તસ્કરી, બળજબરીથી કરાવાતી મજૂરી અને આવા તમામ શોષણાત્મક કૃત્યો પર પ્રતિબંધ છે. વ્યવસાયિક જાતીય શોષણ માટે તસ્કરીનો ભોગ બનેલ વ્યક્તિ બાળક હોય, ત્યારે BNS ની કલમ ૧૪૩ અને ૧૪૪ તથા ITPA ની જાેગવાઈ ઉપરાંત POCSO કાયદાની જાેગવાઈઓ પણ લાગુ પડે છે. આ પ્રકારના કૃત્યોને ડામવા માટે કાયદાનો અસરકાર અમલ જરૂરી છે.





