ન્યુઝીલેન્ડમાં મોદીએ જૂની યાદોને તાજી કરી ૨૫-૩૦ વર્ષ પહેલા મને ભેટમાં મળેલું મફલર આજે પણ મેં સાચવીને રાખ્યું છે મોદીએ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતીયોને સંબોધિત કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતીયોને સંબોધિત પણ કર્યા. કોમ્યુનિટી ઇવેન્ટમાં ભારતીય સમુદાય સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે ૪૦ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ન્યુઝીલેન્ડ આવ્યા છે. આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે કે હું તમારા માટે ૧૪૦ કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.” આ દરમિયાન પીએમ મોદીએ મંચ પરથી પોતાની એક ૨૫-૩૦ વર્ષ જૂની વાત ભારતીયોને જણાવી, જે દરેકના દિલને સ્પર્શી ગઈ.
પીએમ મોદીએ ૨૫થી ૩૦ વર્ષ જૂની તે યાદને તાજી કરી, જ્યારે તેઓ ભારતની સક્રિય રાજનીતિ કે સરકારના ભાગ નહોતા અને જાહેર જીવનમાં કોઈ તેમને ઓળખતું પણ નહોતું.
વડાપ્રધાન મોદીએ તે સમયને યાદ કરતાં ભાવુક થઈને કહ્યું કે, “આ વડાપ્રધાન તરીકે આ મારી પહેલી યાત્રા હોઈ શકે છે, પરંતુ ૨૫-૩૦ વર્ષ પહેલાં, જ્યારે હું કોઈ સરકારનો ભાગ નહોતો અને જાહેર જીવનમાં મને કોઈ ઓળખતું નહોતું, ત્યારે મને ન્યુઝીલેન્ડ આવવાનો અવસર મળ્યો હતો. તે વખતે મને એક મફલર અને એક ટોપી ભેટમાં મળી હતી. આજે હું તે જ મફલર પહેરીને તમારી વચ્ચે આવ્યો છું. આ મને ૨૫-૩૦ વર્ષ પહેલાં ન્યુઝીલેન્ડના એક સાથીએ ભેટમાં આપ્યું હતું. મેં વર્ષો સુધી તેનો ઉપયોગ કર્યો છે અને આજે પણ તેને એવી જ રીતે સાચવીને રાખ્યું છે, જેવી રીતે હું તમે બધાના પ્રેમને સાચવીને રાખું છું.”
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મજબૂત કૂટનીતિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર આપીને ઁસ્ મોદીએએ કહ્યું કે, આ સંબંધોના મૂળ ઘણા ઊંડા છે. તેમણે કહ્યું, “ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં યાદો પણ છે, દોસ્તી પણ છે, મૂલ્યો પણ છે અને એક પ્રતિબદ્ધતા પણ છે.”
પીએમ મોદીએ કહ્યું કે, “દરેક યુગમાં, દરેક સમયમાં ભારતે પોતાને પરિવર્તિત (TRANSFORM) કર્યું છે અને તેનું કારણ છે અમારી શીખવાની તલપ. ભારત દરેક પાસેથી શીખે છે. અમારા માટે સામેના દેશની વસ્તી નહીં, પરંતુ જનકલ્યાણની ભાવના મહત્ત્વની છે. તેથી અમે ન્યુઝીલેન્ડ પાસેથી પણ ઘણું શીખ્યા છીએ. ન્યુઝીલેન્ડ એવો દેશ છે જેણે સૌથી પહેલા મહિલાઓને મતાધિકાર આપ્યો હતો. આજે અમે જાેઈએ છીએ કે ન્યુઝીલેન્ડમાં મહિલાઓ ખૂબ મોટા પાયે યોગદાન આપી રહી છે. ભારત પણ આજે ‘મહિલા નેતૃત્વ વિકાસ’ના મંત્ર સાથે મહિલાઓ માટે નવી તકોનાં દ્વાર ખોલી રહ્યું છે.”
પીએમ મોદીએ કહ્યું, “ન્યુઝીલેન્ડ એવી જગ્યા છે, જ્યાં રસ્તાઓ પર પણ ભારતીય શહેરોને સન્માન આપવામાં આવ્યું છે. ક્યાંક ખંડાલા છે, ક્યાંક બોમ્બે હિલ્સ છે, ક્યાંક કોરોમંડલ છે, ક્યાંક કલકત્તા સ્ટ્રીટ છે, ક્યાંક દિલ્હી ક્રિસેન્ટ છે, તો ક્યાંક અમૃતસર સ્ટ્રીટ છે… આવા અનેક નામ છે. અહીં રહેતાં-રહેતાં તમે પણ પૂરા કીવી બની ગયા છો અને ન્યુઝીલેન્ડના નેતાઓ સાથે જ્યારે પણ મુલાકાત થાય છે ત્યારે તેઓ તમારી પ્રશંસા કરે છે. તમારી પ્રશંસા થાય છે અને મારું માથું ગર્વથી ઊંચું થાય છે.”
આ અવસરે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી. તેમણે પીએમ મોદીના જીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું, “તેઓ (પીએમ મોદી) અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઊઠીને વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું નેતૃત્વ કરવા પહોંચ્યા છે. તેમણે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. તેઓ અમારા સમયના સૌથી મહત્ત્વના નેતાઓમાંથી એક છે અને ન્યુઝીલેન્ડના સાચા મિત્ર છે.”





