મોદીએ કહ્યું દેશને તમારા પર ગર્વ છે પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારના વખાણ કર્યા પીએમ મોદીએ એક્સ પર કેપ્ટન મચ્છારને ‘હીરો’ જણાવતા કહ્યું કે ભારતને તેમની બહાદુરી પર ગર્વ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બહાદુરી દર્શાવનારા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની ભારે પ્રશંસા કરી છે. સ્મિત મચ્છારની દિલેરીના પીએમ મોદી પણ મુરીદ બની ચૂક્યા છે. પીએમ મોદીએ ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક થતાં બચાવનારા સ્મિત મચ્છારને ‘હીરો’ બતાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે બીજાનો જીવ બચાવવા માટે અદમ્ય સાહસ અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેપ્ટન મચ્છારને ‘હીરો’ જણાવતા કહ્યું કે ભારતને તેમની બહાદુરી પર ગર્વ છે. સ્મિત મચ્છારની આ બહાદુરીની દેશ અને દુનિયા બધે જ ચર્ચા થઈ રહી છે. તમામ મોટા નેતાઓ અને દેશ દુનિયાના આગેવાનોએ તેમની હિંમતના વખાણ કર્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ સ્મિત મચ્છારના વખાણ કરતાં તેમને સાચા નાયક કહ્યા છે તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને હીરો ગણાવ્યા છે.
પીએમ મોદીએ પોતાની એક્સ પોસ્ટેમાં લખ્યું, ‘કેપ્ટન સ્મિત મચ્છાર એક હીરો છે.’ તેમણે કહ્યું કે સૌથી ગંભીર ખતરાની સામે અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન મચ્છારે બીજાનો જીવ બચાવવા માટે જબરદસ્ત સાહસ અને અટૂટ સંકલ્પ દર્શાવ્યો. તેમની બહાદુરીએ સેંકડો લોકોનો જીવ બચાવવામાં અને એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી. ભારતને કેપ્ટન મચ્છાર પર ગર્વ છે. પીએમ મોદીએ કેપ્ટન મચ્છારના જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા તેમના માટે નવી તાકાત અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.
કેપ્ટન મચ્છારની બહાદુરીની આ પહેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ પ્રશંસા કરી હતી. નેતન્યાહૂએ તેમને ‘સાચા નાયક’ જણાવતા કહ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે હુમલાખોરનો વિરોધ કર્યો અને મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાઇલટને ‘હીરો’ બતાવ્યા છે.
જાેકે, ઘટનાની તપાસ ચાલુ છે અને સહ-પાઇલટના કથિત હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફ્લાયદુબઈએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું છે કે વિમાન સુરક્ષિત રીતે તબૂકમાં ઉતર્યું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
સ્મિત મચ્છારે જે કર્યું છે, તેની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. તેમણે ૧૭૪ લોકોનો જીવ બચાવ્યો છે. તે પણ પોતાના જીવના જાેખમે. તેથી જ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બેન્જામિન નેતન્યાહૂ સુધી ભારતીય પાઇલટ સ્મિત મચ્છારને સાચા હીરો બતાવી રહ્યા છે. હકીકતમાં, આ ઘટના ૩૦ સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 ની છે. ફ્લાઇટ તેલ અવીવથી દુબઈ જઈ રહી હતી. ત્યારે આકાશમાં તેમના કો-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર ચાકુથી હુમલો કર્યો. હેતુ વિમાન ક્રેશ કરાવવા અથવા હાઇજેક કરવાનો હતો. આ પછી વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું. ઘાયલ હોવા છતાં ભારતીય પાઇલટ સ્મિત મચ્છારે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજાે ખોલવામાં સફળ રહ્યા. આ પછી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી.
આ પછી વિમાનને સાઉદી અરેબિયાના તબૂક તરફ વાળવામાં આવ્યું, જ્યાં તેની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. ફ્લાયદુબઈના વિમાનમાં ૧૭૪ મુસાફરો સવાર હતા. જેમાં ૨૭ બાળકો પણ સામેલ હતા. તમામ મુસાફરોને બાદમાં બીજા વિમાનથી તેલ અવીવ પહોંચાડવામાં આવ્યા. કેપ્ટન સ્મિત મચ્છાર આ ઘટનામાં ઘાયલ થયા અને તેમને તબૂકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ભારતીય મિશને જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે અને ભારતીય અધિકારીઓ તેમના પરિવારના સંપર્કમાં છે.




