
ત્રણ જહાજાેના કાફલા સાથે નીકળ્યું ભારતીય જહાજ ઈરાનના નાક નીચે હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી ભારતે શોધ્યો નવો દરિયાઈ માર્ગ ! આ જહાજાે ઓમાની દરિયાઈ સરહદ પાસેથી પસાર થઈ રહ્યા છે, એક એવો વિસ્તાર જ્યાં ઈરાન હુમલા કરી શકતું નથી
હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી અન્ય ત્રણ જહાજાે સાથે એક ભારતીય જહાજ પણ બહાર નીકળી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજાે માટે એક નવો માર્ગ ખુલતો હોય તેવું લાગે છે. આ રસ્તો ના તો પ્રમાણભૂત શિપિંગ લેનમાંથી પસાર થાય છે કે ના તો ઈરાન દ્વારા તાજેતરમાં સ્થાપિત કરાયેલ રસ્તામાંથી પસાર થાય છે.
AIS (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) અને રિમોટ સેન્સિંગમાંથી મેળવેલા ડેટા સૂચવે છે કે ઓઈલ, LNG અને સામાન્ય માલ લઈને જઈ રહેલા ઓછામાં ઓછા ચાર મોટા જહાજાેએ આ નવા માર્ગનો ઉપયોગ કર્યો છે. આ માર્ગ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની બહાર ઓમાનના પ્રાદેશિક ક્ષેત્રમાં છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ જહાજાે ઓમાની દરિયાઈ સરહદ પાસેથી પસાર થઈ રહ્યા છે, એક એવો વિસ્તાર જ્યાં ઈરાન હુમલા કરી શકતું નથી. આ વિસ્તારમાં ઈરાન હુમલા કરશે તો દરિયાઈ સીમાઓનું ઉલ્લંઘન ગણવામાં આવશે.
બે મોટા LNG કેરિયર્સ માર્શલ આઇલેન્ડ્સ ફ્લેગવાળા જહાજાે હબ્રુત અને ધાલકૂટ, પનામા- ફ્લેગવાળા ન્દ્ગય્ કેરિયર સોહર સાથે UAE ના શહેર રાસ અલ ખૈમાહ નજીક ઓમાની દરિયાઈ સીમામાં પ્રવેશ્યા અને મુસંદમ દ્વીપકલ્પ નજીક તેમના લોકેશન-રિપોર્ટિંગ ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધા. ૩ એપ્રિલના રોજ તેઓ મસ્કતના દરિયાકાંઠેથી ૩૫૦ કિલોમીટર દૂર જાેવા મળ્યા હતા.
મેરીટાઇમ એનાલિટિક્સ ફર્મ ટેન્કરટ્રેકર્સ અનુસાર, ધાલકૂટ અને હબ્રુત બે મિલિયન બેરલ સાઉદી અને અમીરાત ક્રૂડ ઓઈલથી ભરેલા હતા. સોહર ૨૧ માર્ચે યુએઈના અલ હમરિયાહ બંદરથી રવાના થયું હતું. જાેકે, તે સ્પષ્ટ નથી કે તે કોઈ કાર્ગો લઈ રહ્યું હતું કે તેમાં કોઈ માલ ભરેલો હતો કે નહીં. આ ત્રણ જહાજાેની પાછળ એક ભારતીય ફ્લેગવાળું કાર્ગો જહાજ હતું, જેની AIS સિગ્નલો દ્વારા MSV Quba MNV 2183 તરીકે ઓળખ થઈ છે.
આ જહાજ ૩૧ માર્ચે દુબઈથી રવાના થયું હતું અને તેનું તાજેતરનું લોકેશન ઓમાની બંદર દિબ્બાના દરિયાકાંઠેથી આશરે ૪૦ કિલોમીટર દૂર દરિયામાં હતું. તે હજુ સ્પષ્ટ નથી કે જહાજ માલથી ભરેલું હતું કે નહીં અને તે કઈ દિશામાં જઈ રહ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટ આશરે ૩૩ કિલોમીટર પહોળું છે અને તેનો લગભગ આખો વિસ્તાર ઈરાન અથવા ઓમાનના પ્રાદેશિક ભાગમાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો ઉત્તરીય ભાગ સંપૂર્ણપણે ઈરાની નિયંત્રણ હેઠળ છે.





