
ગત વર્ષથી ૨.૬ ટકા વધુ.ભારતની GDP વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ક્વાર્ટરમાં ૮.૨ ટકા રહેવાનું અનુમાન.આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ૮.૨૫ લાખ કરોડ રૂપિયા હતી.બીજા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) વૃદ્ધિ દરમાં ૮.૨ ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ૫.૬ ટકા હતો. દરમિયાન, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન એટલે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ૮.૨૫ લાખ કરોડ રૂપિયા હતી. આ વાર્ષિક અંદાજના ૫૨.૬% છે. આ વખતે રાજકોષીય ખાધ ગયા વર્ષના ૪૬.૫% કરતા વધુ છે. સરકાર આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDP ના ૪.૪% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે, જે એક વર્ષ પહેલા ૪.૮% હતું.
સરકારે એ પણ જણાવ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૫ માટે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા ૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ડેટા સામાન્ય રીતે દર મહિનાની ૨૮મી તારીખે અથવા જાે ૨૮મી તારીખે રજા હોય તો આગામી કાર્યકારી દિવસે જાહેર કરવામાં આવે છે.
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘ઓક્ટોબર ૨૦૨૫ માટે IIP ૨૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ જાહેર થવાનું હતું. ૨૦૨૫-૨૬ ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે GDP ના ત્રિમાસિક અંદાજ IIP પ્રકાશન સાથે પ્રકાશિત થવાના હોવાથી ઓક્ટોબર ૨૦૨૫ માટે IIP ના પ્રકાશનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.‘ હવે આ ડેટા ૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.




