
દાયકાઓ સુધી ટેક્સની જાળમાં ફસાયેલો હતો દેશ : વડાપ્રધાન હવે લોકોનું સપનું થશે સાકાર, રોજિંદી વસ્તુઓ થશે સસ્તી : મોદી આ રિફોર્મ ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારશે અને રોકાણને સરળ બનાવશે અને દરેક રાજ્યને વિકાસની દોડમાં મદદ મળશે : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને સંબોધન આપ્યું. તેઓએ ન્યૂ જનરેશન જીએસટી રિફોર્મ પર દેશને સંબોધિત કર્યો. તેઓએ કહ્યું કે, કાલથી દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે. પીએમ મોદીએ દેશવાસીઓને કાલથી શરૂ થનાર નવરાત્રિની શુભકામનાઓ આપીને સંબોધનની શરૂઆત કરી. કાલથી દેશભારમાં જીએસટીના નવા દરો લાગૂ થવા જઈ રહ્યાં છે, જેણે વડાપ્રધાને જીએસટી બચત ઉત્સવ ગણાવ્યો.
આ ઉપરાંત તેમણે જીએસટી ૨.૦ને લઈને વિગતાવાર વાત કરી. જેમા તેમણે કહ્યું કે નવા જીએસટી સ્લેબને કારણે દેશના દરેક પરિવારની ખુશીઓ વધવાની છે. સાથે જ કહ્યું કે આ રિફોર્મ ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારશે અને રોકાણને સરળ બનાવશે અને દરેક રાજ્યને વિકાસની દોડમાં મદદ મળશે.
પીએમ મોદીએ કહ્યું, ૨૦૧૭માં જ્યારે ભારતે જીએસટી લાવ્યું ત્યારે એક નવો ઈતિહાસ બન્યો હતો. દાયકાઓથી દેશના નાગરીકો અલગ અલગ ટેક્સને લઈને ગૂંચવણમાં હતા. આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ટેક્સ એ સમયે હતા. દરેક જગ્યાએ ટેક્સના અલગ અલગ નિયમો હતા.
ય્જી્ લાગુ થવા પહેલા લાખો કંપનીઓ અને દેશના કરોડો લોકોને વિવિધ કરોના જટિલ જાળથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એક શહેરથી બીજા શહેરમાં માલ મોકલવાની કિંમતમાં જે વધારો થતો હતો, તેનો બોજ અંતે ગરીબોને ઉઠાવવો પડતો હતો અને આ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો હતો. દેશને આ સ્થિતિમાંથી બહાર કાઢવું અત્યંત જરૂરી હતું. તેથી જ્યારે તમે અમને વર્ષ ૨૦૧૪માં સેવા કરવાનો મોકો આપ્યો, ત્યારે અમે જનહિત અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ય્જી્ને અમારી પ્રાથમિકતા બનાવી. અમે દરેક હિતધારક સાથે સંવાદ કર્યો અને રાજ્યોને પણ આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવ્યા. સૌને સાથે રાખીને જ આઝાદ ભારતમાં આટલો વ્યાપક કર સુધારો શક્ય બની શક્યો.
નવા જીએસટી રિફોર્મને લઈને તેમણે કહ્યું રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સસ્તી થવાની છે. જેમા ખાવા પિવાની વસ્તુઓ અને દવાઓ જેવી કેટલીય વસ્તુઓ ટેક્સ ફ્રી થશે ક્યાંતો તેના પર ૫ ટકા ટેક્સ આપવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે વસ્તુઓ પર પહેલા ૧૨ ટકા ટેક્સ લાગતો હતો તે વસ્તુઓ હવે ૫ ટકાના ટેક્સના દાયરામાં આવી ગઈ છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં એવું પણ કહ્યું આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સમાં રાહત આપી હતી. સાથે જ આ જીએસટી રિફોર્મને કારણે પણ દેશના દરેક નાગરીકોને ફાયદો થવાનો છે. પહેલાની સરખામણીએ વાહનોમાં ખર્ચો થવાનો છે તેને લઈને ઉલ્લેખ કર્યો સાથે જ હરવા ફરવા જતા લોકોને પણ જણાવ્યું કે હોટલ રૂમના જીએસટીને પણ ઓછો કરી દેવામાં આવ્યો છે. જેથી ફરવા જવું પણ હવે સરળ રહેશે.




