શ્રેયસ ઐયરના સાથી ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ શશાંક સિંહ પોતાની ઘરેલુ ટીમ છત્તીસગઢથી અલગ થઈ ગયો શશાંક સિંહ કહેવું છે કે તેને એવું કહીને બદનામ કરવામાં આવ્યો કે તે ફક્ત IPL રમવા માંગે છે અને ઘરેલુ ક્રિકેટમાં કોઈ રસ નથી
IPL પંજાબ કિંગ્સ તરફથી રમતા સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહે એક મોટો ર્નિણય લીધો છે. શશાંકે તેની ઘરેલુ ટીમ છત્તીસગઢથી અલગ થઈ ગયો છે. તે હવે ૨૦૨૬-૨૭ સિઝનથી પુડુચેરી માટે રમશે. ક્રિકેટ એસોસિએશન ઓફ પુડુચેરીના ભૂતપૂર્વ પ્રમુખ પી. દામોદરને પણ શશાંકના ટીમમાં સમાવેશની પુષ્ટિ કરી છે. મુંબઈનો વિકેટકીપર-બેટ્સમેન પ્રસાદ પવાર પણ તેની સાથે પુડુચેરી ટીમમાં જાેડાયો છે. ટીમ છોડ્યા પછી શશાંકે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
શશાંક સિંહે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન (CSCS) પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, હા, હું છત્તીસગઢ છોડી રહ્યો છું. મેં CSCS પાસેથી NOC મેળવ્યું છે અને ૨૦૨૬-૨૭ સિઝનથી પુડુચેરી માટે રમીશ. ગત સિઝનમાં મને ખભા અને આંગળીમાં ગંભીર ઇજાઓ થઈ હતી, પરંતુ છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશને તે સમય દરમિયાન મને બિલકુલ સાથ આપ્યો નહોતો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે સિઝન સમાપ્ત થયા પછી છત્તીસગઢ ક્રિકેટ પ્રીમિયર લીગ ૨૦૨૬ માટે ખેલાડીઓની યાદીમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું નહોતું. વધુમાં પ્રી-સિઝન કેમ્પ માટે પસંદ કરાયેલી ટીમમાંથી તેનું નામ પણ ગાયબ હતું. શશાંકે કહ્યું કે, મેં અધિકારીઓને પૂછ્યું કે મારું નામ કેમ સામેલ કરવામાં આવ્યું નથી, પરંતુ મને કોઈ જવાબ મળ્યો નહીં.
શશાંક સિંહ કહેવું છે કે તેને એવું કહીને બદનામ કરવામાં આવ્યો કે તે ફક્ IPL રમવા માંગે છે અને ઘરેલુ ક્રિકેટમાં કોઈ રસ નથી. તેણે કહ્યું કે, મને એવું કહેવામાં આવ્યું કે હું ફક્ત IPL રમવા માંગુ છું, જ્યારે સત્ય એ છે કે ગયા વર્ષે બીસીસીઆઈએ મને વાઈટ બોલ ક્રિકેટમાં ભારતનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર જાહેર કર્યો હતો. મને આ માટે પ્રતિષ્ઠિત લાલા અમરનાથ એવોર્ડ પણ મળ્યો હતો.
શશાંકે છેલ્લી ઘરેલુ સિઝન દરમિયાન બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીમાં તેણે સાત મેચમાં ૪૫૦ રન બનાવ્યા અને ૧૧ વિકેટ ઝડપી. દરમિયાન ૨૦૨૪-૨૫ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે સાત મેચમાં ૧૮૮ રન બનાવ્યા હતા.
શશાંકે વધુમાં સ્પષ્ટતા કરી કે તેનું સંપૂર્ણ ધ્યાન હાલમાં વાઈટ બોલ ક્રિકેટ પર છે. તેણે કહ્યું કે, મારું શરીર હજુ પણ સંપૂર્ણપણે ફિટ છે. તેથી જ મેં આ સિઝનમાં રેડ-બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું. હું એક સારો ઓલરાઉન્ડર છું અને પુડુચેરી અને પંજાબ કિંગ્સ બંને માટે ્૨૦ ક્રિકેટમાં નિયમિતપણે ચાર ઓવરનો મારો સંપૂર્ણ ક્વોટા પુરો કરવા માંગુ છું.





