
બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા ૧૫ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક વ્હાઇટ પેપર બહાર પડાશે : મોદી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.પાર્ટીઓના સ્ટાર પ્રચારકો એક પછી એક રેલીઓ અને સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નેતાઓના ભાષણો હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. આવું જ એક નિવેદન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની રેલી દરમિયાન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંગાળમાં તેમની રેલીઓમાં જેટલી ભીડ અને ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, તેવો તેમણે અગાઉ ક્યારેય પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ જાેયો નથી. પૂર્વ બર્ધમાન જિલ્લામાં આયોજિત એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બપોરે ૧૨ વાગ્યા જેવા સમયે આટલી મોટી સભા ભેગી કરવી સરળ નથી હોતી, પરંતુ બંગાળની જનતા દરેક વખતે આવું કરી બતાવે છે. તેમણે કહ્યું કે આ ઉત્સાહ આગામી ચૂંટણી પરિણામોનો સંકેત છે અને ૪ મેના રોજ રાજ્યમાં મોટા ફેરફારો જાેવા મળી શકે છે. પીએમ મોદીએ રેલીમાં હાજર લોકોના વખાણ કરતા કહ્યું કે આ જનસૈલાબ માત્ર એક ટ્રેલર છે, અસલી પરિણામ હજુ બાકી છે. પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંભવિત સરકાર બનવા પર મોટા ર્નિણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જાે ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા છેલ્લા ૧૫ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે કે ભાજપ આવશે તો સરકારી યોજનાઓ બંધ થઈ જશે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કલ્યાણકારી યોજના બંધ નહીં થાય, પરંતુ ભ્રષ્ટાચાર અને લૂંટની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે.
પીએમ મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે જાે ભાજપ સરકાર બનશે તો પહેલી કેબિનેટ બેઠકમાં જ આયુષ્માન ભારત યોજનાને રાજ્યમાં લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે વર્તમાન રાજ્ય સરકારે લાંબા સમય સુધી જનતાને આ યોજનાના લાભોથી વંચિત રાખી છે. આ સિવાય તેમણે ઘૂસણખોરીના મુદ્દે પણ કડક વલણ અપનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે માત્ર ઘૂસણખોરો પર જ નહીં, પરંતુ તેમને નકલી દસ્તાવેજાે અપાવીને વસાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
બેરોજગારીના મુદ્દે વડાપ્રધાને મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર એવા ઉદ્યોગો સ્થાપશે જેનાથી લાખો યુવાનોને રોજગાર મળે. આ સાથે જ,TMC ની નીતિઓને કારણે સરકારી ભરતીમાં વય મર્યાદા વટાવી ચૂકેલા યુવાનોને વયમાં વિશેષ છૂટ આપવામાં આવશે. સરકારી વિભાગોની ખાલી જગ્યાઓ મિશન મોડમાં ભરવામાં આવશે અને રાજ્યમાં નિયમિત રીતે રોજગાર મેળા યોજાશે.
મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ પર ભાર મૂકતાં PM બંગાળ ભાજપના એ વાયદાને દોહરાવ્યો, જેમાં દર મહિને મહિલાઓને રૂ.૩,૦૦૦ની આર્થિક સહાય આપવાની વાત કરવામાં આવી છે.
વડાપ્રધાને આરોપ લગાવ્યો કે,TMC એ રાજ્યના બટાકા પકવતા ખેડૂતોને MSP ના નામે છેતર્યા છે. તેમણે જાહેરાત કરી કે બંગાળમાં ભાજપ સરકાર આવતાં જ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ હેઠળ મળતી રકમને વધારીને ૯,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવશે. જેમાં ૬,૦૦૦ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને ૩,૦૦૦ રૂપિયા રાજ્યની ભાજપ સરકાર ઉમેરશે.





