પ્રયાગરાજમાં ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમમાં મોદી સરકાર પર આકરા પ્રહાર સોશિયલ મીડિયા – રીલ્સમાં ફસાવીને યુવાનોને મજૂર બનાવાય છે જે સંપત્તિ યુવાનોની હોવી જાેઈએ, તે કેન્દ્રની ખોટી નીતિઓને કારણે તેમના સુધી પહોંચતી નથી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં ‘છાત્રોની ગૂંજ’ કાર્યક્રમમાં કેન્દ્રની નીતિઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૧,૦૦૦ યુવાનોમાંથી માત્ર ૧૨ યુવાનોને જ કાયમી નોકરી મળે છે. તેમણે સોશિયલ મીડિયાની રીલ્સને એક નશો ગણાવી તેનાથી યુવાનોને મજૂરો બનાવવામાં આવતા હોવાનો પણ દાવો કર્યાે હતો. કોંગ્રેસના નેતાએ યુવાનોની સમસ્યાઓ, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને ડેટાની તાકાત અંગે ખુલ્લા મને સંવાદ કર્યાે હતો.લોકસભામાં વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યાે હતો કે, હાલની કેન્દ્ર સરકાર અને તેની નીતિઓને કારણે દેશના યુવાનો પરેશાન છે અને સિસ્ટમે તેમને એક ચક્રવ્યૂહ ફસાવી દીધા છે. તેઓ મુખ્યત્વે ત્રણ બાબતો પર એટલે કે દર્દ, ડેટા અને દૌલત અંગે વાત કરવા માગે છે. યુવાનોના દર્દ અને તેમના દ્વારા ઉત્પન્ન થતા ડેટાની વાત કરી રહ્યો છું. આજની વાસ્તવિક સમસ્યા એ છે કે, જે સંપત્તિ યુવાનોની હોવી જાેઈએ, તે કેન્દ્રની ખોટી નીતિઓને કારણે તેમના સુધી પહોંચતી નથી.યુવાનોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, દેશના આશરે ૪૦ કરોડ ઊર્જાવાન યુવાનોની ક્ષમતા એટલી મોટી છે કે તેમની સામે ચીન, અમેરિકા અને રશિયા જેવા દેશો પણ કંઈ નથી. શિક્ષણ અને રોજગારના સંકટ અંગે તેમણે કહ્યું હતું કે, યુવાનો એન્જિનિયરિંગ, મેડિકલ અથવા ગ્રેજ્યુએશન કરે છે, પરંતુ આજે ભારતમાં આ પ્રમાણપત્રનું કોઈ ખાસ મહત્વ રહ્યું નથી, કારણ કે કે ૧,૦૦૦ યુવાનોમાંથી માત્ર ૧૨ યુવાનોને જ કાયમી નોકરી મળી શકે છે. અભ્યાસ અને લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ યુવાનોને નોકરી મળતી નથી, ત્યારે તેઓ મજબૂરીમાં બ્લિંકિટ અને ઉબર જેવી કંપનીઓમાં દરરોજ ૧૦-૧૦ કલાક મજૂરોની જેમ કામ કરવા મજબૂર થાય છે.





