(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા મતદાર યાદીઓમાં કરાયેલા મનમાની ફેરફારો ને કારણે દેશભરમાં ૬૩ કરોડ ઉપરાંત લોકોના મતદાર યાદીઓ માંથી રદ કરાયેલા નામોને કારણે એમના (મતદારોના) મતદાનના છીનવાઈ ગયેલા અધિકારને કારણે દેશભરમાં છેલ્લા દસ દિવસ ઉપરાંત થી જ્ઞાનેશ કુમાર વિરૂધ્ધ ચાલી રહેલું આંદોલન તા.૦૨/૧૦/૨૬ ના રોજ એટલે કે ગાંધીજી ના જન્મદિવસે જ દેશ ભરમાં ફેલાઇ જતાં કેન્દ્ર સરકાર હાલ માં તો બેકફૂટ પર આવી ગઈ છે.
કારણ Gen-Z સહિત તમામ વિપક્ષો એ ગાંધી જયંતિના દિવસે આંદોલન ની હાકલ કરી હતી. જેના ભાગ રૂપે જ દિલ્હીના જંતર-મંતર પર કોંગ્રેસ, આપ, ડાબેરી પક્ષો, વિધાર્થી સંગઠનોના હજારો યુવાનો, સામાજીક અગ્રણીઓની સાથે સાથે દેશના જાણીતા વકીલો જ્ઞાનેશ-કુમારના વિરોધ માં સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
દિલ્હી પોલીસે આંદોલનને દબાવી દેવા માટે ૧૨ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા હતા, ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. જો કે, દિલ્હી પોલીસે બે માસ એટલે કે જુલાઈ માં વિદ્યાર્થીઓના આંદોલન માંથી બોધપાઠ લઈને શુક્રવારે દેખાવકારોને કાબૂમાં કરવા બળપ્રયોગ કરવાની જરૂર પડી નહોતી. અને છાશ ફૂંકીને પીતી દિલ્હી પોલીસે IB ના ઈનપુટ મેળવ્યા અને અગમચેતી રૂપે પ્લાનિંગ કર્યું હતું. અને એ પ્રમાણે ટોચના રાજકીય નેતાઓ અને કાર્યકરો સહિત ૭૦૦ જેટલા ની અટકાયત કરી હતી. દેખાવકારો એ "એક કચોરી દો સમોસા, જ્ઞાનેશ તુમ્હારા ક્યા ભરોસા", ગલી
ગલી મેં શોર હૈ, જ્ઞાનેશ વોટ ચોર હૈ, જેવા સૂત્રોચ્ચારો કરી વાતાવરણ ગજવી નાખ્યું હતું. જ્યારે બીજી બાજુ મુંબઈમાં કોંકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં હજારો લોકો રાજકીય રેલીઓ માટે પ્રખ્યાત શિવાજી પાર્ક નજીક એકત્ર થયા હતા. અને કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક માં પારદર્શિતાની અને ૨૦૨૫ ની મતદાર યાદીને ફ્રીઝ કરવાની માંગણી કરવા સાથે વધુ માં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે મુંબઈ પોલીસ પાસેથી ઘણું શિખવું જોઈએ.




