વળતરની માંગણી કરી નાખી નેપાળે ભારત સહિતના દેશો પર ફોડ્યું પૂરનું ઠીકરું નેપાળના વિદેશ મંત્રીનું કહેવું છે કે ભારત, ચીન ને અમેરિકા દુનિયાના પ્રમુખ ઈન્ડસ્ટ્રિયલ એમિટર્સની યાદીમાં સૌથી ઉપર છે તિબ્બત નેપાળ સરહદે ગ્લેશિયર તૂટ્યા બાદ અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી દીધી. નેપાળમાં આવેલી આ આફત બાદ એક હજારથી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૪૦૦૦થી વધુ લોકો હજુ પણ ગૂમ છે. ગમ થયેલા લોકોમાં મોટાભાગે વિદેશી પર્યટકો અને તીર્થયાત્રીઓ સામેલ છે. આ બધા વચ્ચે નેપાળે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગવાની જગ્યાએ વળતરની માંગણી કરી છે.
ગ્લેશિયર તૂટવાના કારણે રાસુવા અને ત્રિશુલી નદીમાં ભયાનક પૂર આવ્યા. આ પૂરના કારણે નેપાળમાં જાનમાલનું ભારે નુકસાન થયું. નેપાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટાપાયે નુકસાન થયું. નેપાળની સરકારનું કહેવું છે કે તેને ફરીથી ઊભું કરવામાં ઘણો સમય જશે. આ બધા વચ્ચે નેપાળ તરફથી કરાયેલી ક્લાઈમેટ વળતરની માંગણીએ લોકોને ચોંકાવી દીધા. જે દેશો પાસેથી નેપાળે વળતરની માંગણી કરી છે તે દેશોની યાદીમાં આશ્ચર્યજનક રીતે ભારતનું પણ નામ સામેલ છે.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે એક ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો કે જળવાયુ સંકટ પેદા કરવામાં નેપાળનું યોગદાન ખુબ ઓછું છે. આં છતાં તેના ગ્લેશિયરોના ઝડપથી પીગળવાના અને મૌસમી ઘટનાઓની સૌથી વધુ કિંમત હિમાલયી દેશોએ ચૂકવવી પડે છે. નેપાળના ધ કાઠમંડુ પોસ્ટના એક પોસ્ટ મુજબ નેપાળે કોઈ પણ દેશ પાસેથી માનવીય મદદ માંગવાની જગ્યાએ અચાનક આવેલા આ વિનાશકારી પૂર બદલ ક્લાઈમેટ વળતરની માંગણી કરી નાખી છે. નેપાળે આ માંગણીની સાથે જ પોતાનું કૂટનીતિક વલણ પણ બદલ્યું છે.
નેપાળનો એવો તર્ક છે કે આ હિમાલયી દેશ જે જળવાયું સંકટ તેણે પેદા કર્યું જ નથી તેની કિંમત ચૂકવી રહ્યો છે. નેપાળનો એવો દાવો છે કે જળવાયું સંકટ પેદા કરવામાં તેની ભૂમિકા ખુબ ઓછી રહી છે આમ છતાં હિમાલયી દેશે તેની સૌથી વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. નેપાળી વિદેશ મંત્રીએ કહ્યું કે તેમનો દેશ હવે મદદને ફક્ત માનવીય મદદ તરીકે નથી જાેતો. તેને હવે જળવાયુ અને વળતરના મુદ્દે જાેડવું જાેઈએ.
નેપાળના વિદેશ મંત્રીનો એવો દાવો છે કે વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં નેપાળનું યોગદાન નહિવત છે. આમ છતાં કુદરતી આફતોનું સૌથી વધુ નુકસાન નેપાળે ભોગવવું પડે છે. તેમનો એવો તર્ક છે કે નેપાળ પોતાની કૂટનીતિક રણનીતિને મદદથી ન્યાય અને વળતર તરફ લઈ જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ કોઈ પણ દેશ તરફથી અપાનારું દાન નહીં પરંતુ જળવાયુ સંકટ માટે જવાબદારી અને વળતરનો પ્રશ્ન છે.
નેપાળના વિદેશ મંત્રીનું કહેવું છે કે ભારત, ચીન ને અમેરિકા દુનિયાના પ્રમુખ ઈન્ડસ્ટ્રિયલ એમિટર્સની યાદીમાં સૌથી ઉપર છે. તેમણે કહ્યું કે આ દેશોની જવાબદારી છે કે તેઓ નેપાળ જેવા દેશોને વળતર આપે. તેમના જણાવ્યાં મુજબ કાર્બન ઉત્સર્જનમાં ચીનનું સ્થાન સૌથી ઉપર આવે છે. ત્યારબાદ અમેરિકા અને પછી ભારતનો નંબર આવે છે. નેપાળી વિદેશમંત્રીએ કહ્યું કે, આ મામલે તેમના તરફથી આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પત્ર પણ લખાઈ રહ્યો છે.




